લોકો હાલ બંધને કારણે પોતાનું તથા પોતાના ઘર પરિવારનું ભરણ પોષણ કેવી રીતે ચલાવી શકે તેવી ચિંતામાં છે…
વડોદરા : સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઇરસની ઝપેટમાં છે ત્યારે આ વાઈરસ દેશમાં વધુ ન ફેલાઇ તેની ખુબજ ગંભીર પરિસ્થિતિઓને લઈને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશની લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં લોકડાઉન કર્ફ્યુ જાહેર કરેલ છે, આવી મહામારીના પગલે રોજબરોજ કામધંધો કરી આવક મેળવી રોટલો રડતા ગરીબ અને વર્ગના લોકો ફસાઈ ગયા છે, વધુમાં મધ્યમ વર્ગના લોકોની પણ આવી જ હાલત છે, ત્યારે આ લોકો હાલ બંધને કારણે પોતાનું તથા પોતાના ઘર પરિવારનું ભરણ પોષણ કેવી રીતે ચલાવી શકે તેવી ચિંતામાં છે.
જેને ધ્યાને લઈ બીલ ગામના સરપંચ જય ભટ્ટ અને તેમની ટીમ દ્વારા ગરીબોને રેશન સહાય વિતરણ કરવામાં આવી હતી.