મહિલા સંચાલિકા, ગ્રાહક અને કોલગર્લની કરાઈ ધરપકડ…
વડોદરા : વડોદરા શહેરના દંતેશ્વર રોડ પર ભાડાનું મકાન રાખીને દેહવ્યાપારનો ધંધાનો વડોદરા પીસીબીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે ગ્રાહક પાસેથી ભાડા પેટે ૩૦૦ રૂપિયા લેતી સંચાલિકા સહિત ૩ની ધરપકડ કરીને ૫૯,૩૩૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વાઘોડિયા રોડ વિસ્તારનો ગ્રાહક અને પશ્ચિમ બંગાળની કોલગર્લ કઢંગી હાલતમાં ઝડપાયા. પીસીબીના પીઆઈ આર.સી. કાનમીયા બાતમી મળી હતી કે, વડોદરાના દંતેશ્વર રોડ પર આવેલા દર્શનમ એન્ટીકા બંગલોઝમાં રહેતી ઉષા મોરે નામની મહિલા તેના સાગરીતો સાથે મળીને ગ્રાહકોનો ટેલિફોનિક સંપર્ક સાંધીને દેહવ્યાપાર કરાવે છે.
અને હાલ તેના ઘરે અજાણ્યા સ્ત્રી-પુરુષો રંગરેલીયા માણી રહ્યા છે, જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ પોલીસને સાથે રાખીને પોલીસે રેડ પાડી હતી. જ્યાં મકાનમાં તપાસ કરતા ગ્રાહક અને કોલગર્લ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જે ગ્રાહક વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારનો રહેવાસી અને કોલગર્લ પશ્ચિમ બંગાળની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછતાછ દરમિયાન જાણવા મળ્યું હતું કે,
ઉષા મોરે પોતે ભાડાના મકાનમાં રહેતી હતી અને આવા સ્ત્રી-પુરુષોને તેની બહેનપણીના મારફતે બોલાવી ૩૦૦ રૂપિયા ભાડું લેતી હતી. દરોડા દરમિયાન પોલીસે ૩ની ધરપકડ કરી હતી. અંગજડતીના ૪૩૦૦ રૂપિયા ૧૫ હજારની કિંમતના ૨ મોબાઇલ તથા એક કોન્ડોમનું પેકેટ અને મોપેડ સહિત ૫૯,૩૩૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. દર્શનમ એન્ટીકા બંગલોઝમાં મકાન ભાડે રાખીને ચલાવવામાં આવતા દેહવેપારનો પર્દાફાશ થતાં પોલીસે મકાન માલિકની શોધખોળ હાથ ધરી છે.