Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરામાં અગરબત્તી બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ : ફાયરબ્રિગેડની ૧પ ગાડીઓ તૈનાત…

વડોદરા : જિલ્લામાં મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ૧૫ ગાડી દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં જાનહાનિ થયેલ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મકરપુરા જીઆઈડીસીમાં આવેલી શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીમાં સવારે ચાર વાગ્યાના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ મકરપુરા જીઆઇડીસી ફાયરબ્રિગેડને થતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચેલા લાશ્કરોએ આગનું વિકરાળ સ્વરૂપ જોઈ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. એ બાદ વડોદરા શહેરનાં તમામ ફાયર સ્ટેશનોમાંથી ૧૫ પાણીના બંબાઓ રવાના કરવામાં આવ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડના સબ ફાયર ઓફિસરો સહિત ૩૫ જેટલા લાશ્કરો કામે લાગ્યા હતા.

  • Ravi Patel, Vadodara

Related posts

સ્કૂલમાં બહેનને એડમિશન અપાવવા ભાઈની દાદાગીરી : પ્રિન્સિપાલને ચપ્પુ બતાવ્યું…

Charotar Sandesh

આંકલાવ : પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત : 9ના મોત, 10થી વધુ ઘાયલ

Charotar Sandesh

અનલોક-૧ : કોરોનાના કહેર વચ્ચે મહીસાગર નદીમાં ટોળેટોળા ન્હાતા દેખાયા…!

Charotar Sandesh