વડોદરા : વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. અને અધિકારીઓને મુખ્ય મથકો ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તલાટી કમ મંત્રીઓએ ગામમાં જ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે ૧૩થી ૧૫ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેથી જિલ્લા કલેકટર કચેરીએ આગમચેતી અને તકેદારીના જરૂરી પગલા લેવા સૂચનાઓ આપી છે.