Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ છતાં બે સ્થળોએ પાર્ટી યોજાઇ : વીડિયો વાયરલ

બુટલેગરે સાગરીતોની હાજરીમાં મોડી રાત્રે બર્થ ડે કેક કાપી…

વડોદરા : કોરોનાને નાથવા માટે સરકાર અને તબીબોની અથાગ મહેનત તો કામે લાગી છે, પરંતુ, હવે લોકોની ગંભીર બેફિકરાઇ સામે આવી રહી છે. વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બર્થ ડે પાર્ટીની બે ઘટનાઓ સામે આવી છે. જેમાં માસ્ક પહેર્યા વિના કોરોનાની ત્રીજી લહેરનો આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ કિશનવાડી વિસ્તારમાં બુટલેગરે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બર્થ ડે પાર્ટી કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે અને બીજી તરફ ગોરવા વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂની ચિંતા છોડીને યુવકોએ બર્થ ડેની ઉજવણી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
વડોદરાના કિશનવાડીમાં રહેતા બુટલેગર કૃણાલ કહારનો મંગળવારે જન્મદિવસ હોવાથી તેને સાગરીતો દ્વારા મોડી રાત્રે કેક કાપવામાં આવી હતી અને બર્થ ડેની કેક કાપ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. એક તરફ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂની અમલવારી કરવામાં આવી રહી હતી. તો બીજી તરફ કાયદાથી બેખોફ બનીને બુટલેગરે તેના સાગરીતો સાથે મળીને રાત્રી કર્ફ્યૂના નિયમોનો ઉલાળીયો કર્યો હતો.
બીજી તરફ ગોરવા વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ટોળુ એકત્ર થયું હતું અને રાત્રિ કર્ફ્યૂમાં એકત્ર થઇને કેક કાપી બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેની બર્થ ડે હતી તેના નામના શબ્દોની અલગ-અલગ કેક એક જગ્યાએ મૂકીને તલવારથી કાપવામાં આવી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. આ વીડિયો વાઇરલ થતાં નિયમોનો ઉલાળીયો થયાનું સામે આવ્યું હતું.

Related posts

ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે વણાકબોરી વિયર ઓવરફ્લો : મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ

Charotar Sandesh

જાહેરનામું : વડોદરા જિલ્લાના સાત ગામો શહેર બન્યા… આખરે પાલિકાની હદમાં સમાવેશ…

Charotar Sandesh

વડોદરા વોર્ડ નં. ૧૨ના કાઉન્સીલરો સહિત સંગઠનની ટીમ દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો…

Charotar Sandesh