Charotar Sandesh
ગુજરાત

વાહનચાલકો માટે મહત્વના સમાચાર : પૂરતા દસ્તાવેજ સાથે નહીં હોય, તો ઉચ્ચક દંડ વસૂલાશે…

• આર.ટી.ઓ.ના નિયમ અનુસાર આવા ગુન્હામાં જપ્ત થતા વાહનો છોડાવવાની પ્રક્રિયામાં જતો લાંબો સમય નિવારવા મુખ્યમંત્રીનો કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજયના વાહન ચાલકો માટેનો નિર્ણય

• વ્હીલર અને થ્રી વ્હીલર માટે રૂ.૫૦૦, ફોર વ્હીલર વાહનો માટે રૂ.૧૦૦૦ દંડ વસૂલ કરવા સૂચના

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના સંક્રમણના સંજોગોમાં રાજયમાં પોલીસ તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવાની સૂચનાઓ આપી છે.
કોરોના સમયમાં પોતાના સગા સંબંધીઓને સારવાર માટે લાવવા-લઇ જવા ઘણીવાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર લઇને જતા-આવતા નાગરિકો પાસે પોતાના વાહનોના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી. આવા સંજોગોમાં આર.ટી.ઓ.ના નિયમ અનુસાર આવા વાહન ચાલકોના વાહનો જપ્ત કરવામાં આવે છે અને તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો સમય જાય છે. જેથી નિર્ણય કર્યો છે કે હવે આવા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવામાં આવશે.
જેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. ૫૦૦ અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. ૧૦૦૦ નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમિયાન પોતાના સગા-સંબંધીઓની સારવાર સેવા માટે અવર-જવર કરતા વાહન ચાલકોને આ નિર્ણય દ્વારા મોટી રાહત આપી છે. એટલું જ નહીં હવેથી આવા વાહનો માટેના જરૂરી દસ્તાવેજો ૧૫ દિવસમાં રજૂ કરી શકાશે તેમ પણ જણાવ્યું છે.
વાહન વ્યવહાર વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડયું છે જે મુજબ રાજયમાં પોલીસ અધિકારીઓ કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણના કડક પગલાંઓ રૂપે મોટર વ્હીકલ એકટ-૧૯૮૮ અન્વયે ડીટેઇન કરાયેલા વાહનો માટે આ ઉચ્ચક દંડ વસૂલ કરી શકશે.

Related posts

લોકલાડીલી ગાયિકા ગીતા રબારી ડેન્ગ્યુની ઝપેટમાં, પ્રશંસકો નિરાશ…

Charotar Sandesh

રાજ્યમાં વાદળછાયું વાતાવરણ, ઠંડીના ચમકારા સાથે બેવડી ઋતુનો અનુભવ…

Charotar Sandesh

ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે આરોગ્યની ચકાસણી કરાઈ ફરજિયાત…

Charotar Sandesh