ન્યુ દિલ્હી : કોરોનાનો કહેર આખા દેશમાં ચાલુ છે જો કે મહામારીની ગતિમાં થોડી કમી તો આવી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર ટિ્વટ દ્વારા નિશાન સાધી રહ્યા છે. પોતાની લેટેસ્ટ અપડેટમાં તેમણે વેક્સીનેશન વિશે મોદી સરકારને ઘેરી છે. તેમણે ટિ્વટ કર્યુ છે કે વેક્સીનેશન જ મહામારીને કાબુમાં કરવાની ચાવી છે પરંતુ લાગે છે કે ભારત સરકારને આની પરવા નથી. આ સાથે જ રાહુલ ગાંધીએ એક ગ્રાફ પણ શેર કર્યો છે જેમાં રસીકરણના દૈનિક આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ જે ગ્રાફ શેર કર્યો છે તે ૧ એપ્રિલથી ૨૦ મે સુધીનો છે.
જો કે આ કોઈ પહેલો મોકો નથી જ્યારે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. આ પહેલા પણ તે ઘણી વાર આ રીતના ટિ્વટ કરી ચૂક્યા છે. તેમણે આ પહેલા પણ કહ્યુ હતુ કે, ’મોદી સિસ્ટમના કુશાસનના કારણે માત્ર ભારતમાં કોરોના સાથે સાથે બ્લેક ફંગસ મહામારી છે. વેક્સીનની કમી તો છે, આ નવી મહામારીની દાવામાં પણ ભારે કમી છે. આની સામે લડવા માટે ઁસ્ તાળી-થાળી વગાડવાની ઘોષણા કરતા જ હશે.’
સોમવારે જારી આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૨,૩૧૫ નવા કેસ સામે આવ્યા છે અને ૪૪૫૪ લોકોએ દમ તોડ્યો છે ત્યારબાદ પૉઝિટિવ કેસોની સંખ્યા ૨,૬૭,૫૨,૪૪૭ પહોંચી ગઈ છે અને મોતનો આંકડો ૩,૦૩,૭૨૦ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩,૦૨,૫૪૪ લોકો હોસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પાછા આવ્યા છે. વળી, દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૨૭,૨૦,૭૧૬ થઈ ગઈ છે. વળી, ભારતમાં અત્યાર સુધી ૧૯૬૦,૫૧,૯૬૨ લોકોને વેક્સીન લગાવાઈ ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯,૪૨,૭૨૨ લોકોને કોરોનાની રસી લાગી છે.