Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

શનિવારથી રાજ્યભરમાં ૩ દિવસ સુધી તબક્કાવાર ૩ ડિગ્રી સુધી ઘટવાની શક્યતા…

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગામી ૫ દિવસમાં હળવા વરસાદની આગાહી…

આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી…

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં કોરોનાનાં કારણે લોકો પારાવાર મુશ્કેલીયોનો સામનો કરવો પડ્યો છે.ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. જ્યારે ખેડૂતોને હવે વધુ એક કસોટીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુસાર ‘ગુજરાતમાં હાલ દક્ષિણ- પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન વહી રહ્યો છે. જેના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જુનાગઢમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય રાજ્યમાંથી અન્યત્ર આગામી ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. આ પછી શનિવારથી રાજ્યભરમાં ૩ દિવસ સુધી તબક્કાવાર ૩ ડિગ્રી સુધી ઘટી શકે છે. જેના લીધે ગરમીમાં રાહત અનુભવાશે. ‘ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં ૪ થી ૬ જૂન દરમિયાન છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
આ દરમિયાન ૪૪.૨ ડિગ્રી સાથે ભાવનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ. અમદાવાદમાં ૪૩.૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૫ ડિગ્રીનો વધારો થયો હતો. રાજ્યમાંથી અન્યત્ર ડીસામાં ૪૧.૮, ગાંધીનગરમાં ૪૩, વડોદરામાં ૪૧, સુરતમાં ૩૪, અમરેલીમાં ૪૧, પોરબંદરમાં ૩૫.૧, રાજકોટમાં ૪૨.૧, દીવમાં ૩૪.૮, સુરેન્દ્રનગરમાં ૪૨.૧, ભૂજમાં ૩૮.૬, નલિયામાં ૩૫.૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Related posts

ગુજરાતના મંત્રી પૂર્ણેશ મોદીએ વડોદરાથી વલસાડ સુધી હાઈવેનું નિરિક્ષણ કર્યું, જુઓ શું આપ્યા આદેશ ?

Charotar Sandesh

વરસાદે વિનાશ સર્જયો : દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને મોટાપાયે નુકસાન…

Charotar Sandesh

મંત્રી કાનાણીના પુત્રની મહિલા કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણુક, ઓડિયો ક્લિપ વાયરલ

Charotar Sandesh