અમદાવાદ : અમદાવાદમાં કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ થતાં જ લોકોમાં આશાનું એક કિરણ જન્મ્યું છે. અને કરોડો લોકો ક્યારે વેક્સિન આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને સૌ કોઈ કાગડોળે બસ વેક્સિન આવવાની રાહ જોઈ રહ્યા છે. તેવામાં તમામ લોકો માટે એક ખુશખબર છે કે હવે ટૂંક સમયમાં જ કોરોના વેક્સિનનું એલાન થઈ શકે છે. તેવામાં એવી પણ સંભાવના છે કે, પીએમ મોદી ગુજરાત આવીને કોરોના રસીને લઈને મોટી જાહેરાત કરી શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૮મી નવેમ્બર એટલે કે શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત પ્રવાસે આવીને પીએમ નરેન્દ્ર મોદી રાજ્યમાં કોરોનાની રસી બનાવતી ઝાયડસ ફાર્મા કંપનીની મુલાકાત કરશે. અને આ મુલાકાત દરમિયાન પાએમ મોદી ગુજરાતથી કોરોના રસી અંગે મોટી જાહેરાત કરી શકે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. વડા પ્રધાન મોદી અમદાવાદની ઝાયડસ કંપનીની મુલાકાત લઈને કોરોના વેક્સિનની કાર્યવાહી અંગેનું પણ નિરિક્ષણ કરશે.
હાલમાં ઝાયડસ દ્વારા ઝાયકોવ-ડી નામની વેક્સિનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં વેક્સિનની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. ઝાયડસમાં પીએમ મોદીના આગમનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદી ઝાયડસની મુલાકાત સમયે સીએમડી પંકજ પટેલ સાથે પણ ચર્ચા કરશે. અને બંનેની વાતચીત દરમિયાન કોરોના વેક્સિનના ડિસ્ટ્રીબ્યુશન મુદ્દે પણ ચર્ચા કરી શકે છે તેવી સંભાવના છે.