મુંબઈ : અભિનેત્રી અદા શર્માનું માનવુ છે કે કોરોના મહામારી બાદ જ્યારે તે સેટ પર જશે, તો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી નિભાવશે, અને બધાની સુરક્ષા નક્કી કરવા માટે આવશ્યક સાવધાની રાખશે. ખાસ વાત છે કે અભિનેત્રીને પણ ખબર નથી કે હાલ કૉવિડ-૧૯ના કારણે અટકેલી શૂટિંગ ક્યારે પુરી થશે. શૂટિંગને ફરીથી શરૂ કરવાની રીત શોધવા માટે ઘણીબધી યોજનાઓ બનાવવામાં આવી રહી છે. કેમકે લૉકડાઉનના કારણે મનોરંજન ઉદ્યોગમાં પણ કામ ઠપ છે. જ્યારે અભિનેત્રીને એવુ પુછવામાં આવ્યુ કે શું કોરોના બાદ બધી બદલાઇ જશે, તો તેને પોતાના સોશ્યલ મીડિયા જણાવ્યુ ઇમાનદારીથી કહુ મને ખબર નથી, મને આશા છે કે અમે બધા આ સંકટ બાદ વધુ આભારી, દયાળુ લોકો બનીને બહાર આવીએ, જે પર્યાવરણ પ્રત્યે જાગૃત હોય. તેને આગળ કહ્યું મને લાગે છે કે, એકવાર જ્યારે અમે શૂટિંગ કરીશુ તો અમે બધા જવાબદાર હોઇશું, અને પોતાની અને પોતાના આજુબાજુના લોકોની સુરક્ષા નક્કી કરવા માટે આવશ્યક સાવધાની રાખીશુ. અદા શર્માએ હૉરર ફિલ્મ ૧૯૨૦ની સાથે પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. બાદમાં હંસી તો ફંસી, બાયપાસ રૉડ, કમાન્ડો-૨, કમાન્ડો-૩ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.