Charotar Sandesh
મધ્ય ગુજરાત

શ્રીજીની સ્થાપના સાથે કોરોના વોરિયરર્સનું ઇકોફ્રેન્ડલી ડેકોરેશન કરાયું…

વડોદરા : શહેરમાં કોરોના કહેરમાં ગણપતિ બાપા મોરયા… મંગલ મુર્તિ મોરયા… ના જયઘોષ વચ્ચે ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ચાંપાનેર દરવાજા પાસે એક ઘરમાં શ્રીજીની સ્થાપના સાથે કોરોના વોરિયરર્સનું ઇકોફ્રેન્ડલી ડેકોરેશન કરવામાં આવ્યું છે. રાધિકા સોનીએ જણાવ્યું કે, પ્રતિવર્ષ હું મારા ઘરમાં જ શ્રીજીની સ્થાપના કરું છું અને નવી થીમ સાથે ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કરું છું. આ વખતે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાની મહામારીમાં પોલીસ જવાનો,
સફાઇ સેવકો, તબીબો, હોસ્પિટલના કર્મચારીઓ અને મિડીયા દ્વારા પોતાનો જીવ જોખમમાં મુકીને ફ્રન્ટ લાઇનના વોરીયર્સ તરીકે ફરજ બજાવી છે. ત્યારે આ ફ્રન્ટ લાઇનના વોરિયર્સના થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે, કોરોના વોરિયર્સ નામનો શ્રીજીનો મંડપ બનાવવામાં આવ્યો છે. શ્રીજીના મડંપમાં કોરોનાના લોકડાઉન દરમિયાન પોલીસ, સફાઇ સેવકો, હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા તબીબો અને કર્મચારીઓ તેમજ મડિયાએ કેવી રીતે ફરજ બજાવી હતી. તેનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.
માંડવીનું મોડલ અને સયાજી હોસ્પિટલનું મોડલ બનાવવામાં આવ્યું છે. આ તમામ વસ્તુઓ કાગળમાંથી એટલે કે, સંપૂર્ણ ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બે ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વોરિયરર્સ તરીકે સેવા આપનારના ફોટોગ્રાફ રજૂ કરવામાં આવ્યા છે.

Related posts

દેશના 75મા આઝાદી અમૃત મહોત્સવ ભાગરૂપે અગ્રવાલ સમાજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

Charotar Sandesh

મહિસાગર-લુણાવાડામાં આભ ફાટ્યુ : ૪ ઇંચથી વધુ વરસાદ, ૬૫ ગામો સંપર્ક વિહોણા…

Charotar Sandesh

ધો.૧ર સામાન્ય પ્રવાહ : આણંદ ૭૦.૦૩ અને ખેડાનું ૬૩.પ૭ ટકા પરિણામ જાહેર

Charotar Sandesh