Charotar Sandesh
ઈન્ડિયા

સગીર વયના આરોપીઓને જેલ કે લોકઅપમાં રાખી શકાય નહીં : સુપ્રીમ

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લઈને સગીર વયના આરોપીઓને પોલીસ લોકઅપમાં કે જેલમાં નહીં રાખવા હુકમ કર્યો છે તેમજ આ બાબતે સુપ્રીમ કોર્ટે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડને પણ મુક દર્શક બનવાના બદલે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કરેલા આદેશમાં ભારતમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ કે જે સગીર વયના બાળકોના ન્યાય માટે કામગીરી કરે છે તેને આદેશ કરી ૨૦૧૫ માં બનાવેલા કાયદાનો કોઇ પણ સંજોગોમાં પાલન કરવા આદેશ આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ,બાળકોની સુરક્ષાને લઈને બનાવેલા આ કાનૂનનો અમલ થવો જોઈએ આ કાયદા ની કોઈ મજાક ઉડાવી શકે નહીં ખાસ કરીને પોલીસને આ બાબતે બાળ આરોપીઓને લઇને ઘડાયેલા કાનૂનનો પાલન તાકીદ કરી છે.
જસ્ટિસ દિપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોસ ની ખંડપીઠ દ્વારા અનાથાશ્રમમાં બાળકોની સાથે થતા યોન શોષણ બાબતે ચાલી રહેલા કેસ દરમિયાન આવી બે ઘટનાઓ સામે આવી હતી.જેમાં ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં બાળ આરોપીઓને પોલીસે ધરપકડ કર્યા બાદ તેને ટોર્ચર કરવામાં આવ્યું હતું અને આ બાળ આરોપીઓને પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. આ પ્રકરણ મીડિયા મારફતે બહાર આવતા આ મુદ્દે સુપ્રીમ કોર્ટ બાળા આરોપીના કાયદાને લઈને વધુ સખત બની છે. બાળકોને લઈને ઘડાયેલા કાયદામાં એ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે કાનુન સાથે છેડછાડ કરવા વાળા બાળ આરોપીઓને પોલીસ લોકઅપમાં કે જેલમાં રાખવા જોઇએ નહીં તેમજ આવા બાળ આરોપીઓને તાત્કાલિક જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરીને તાત્કાલિક તેમને જામીન આપવાનો નિયમ છે.

Related posts

સુરક્ષાદળો આકરા પાણીએ : જમ્મુ-કાશ્મીરના પુલવામા સેક્ટરમાં ૩ આતંકી ઠાર

Charotar Sandesh

નથૂરામ ગોડસે અને વડાપ્રધાન મોદીની વિચારધારા એક સમાન : રાહુલ ગાંધી

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં ૪૭,૬૩૮ નવા કેસ નોંધાયા, ૬૭૦ દર્દીનાં મોત…

Charotar Sandesh