જૂનાગઢ : જુનાગઢના ભુતનાથ ફાટક પાસે બેનરો શાળાઓની ફી માફી મુદ્દે એનએસયુઆઇ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. સરકારે લોલીપોપ આપી હોવાનો આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરતાં પોલીસે એનએસયુઆઇ કાર્યકરોની અટકાયત કરી હતી. ૨૫ ટકા ફી માફીના નિર્ણયને જુનાગઢ એનએસયુઆઇએ લોલીપોપ ગણાવ્યો હતો.
એનએસયુઆઇએ શાળા બંધ હોવાથી સંપૂર્ણ ફી માફીની માંગણી કરી હતી. સરકાર શાળા સંચાલકો સાથે મિલાપીપણુ કરી વાલીઓને લૂંટી રહી હોવાનો એનએસયુઆઇ પ્રમુખે આક્ષેપ કર્યો હતો.