મુંબઈ : કશ્મીરા શાહ ટીવી અને બોલિવૂડની હસ્તીઓમાંથી એક છે. હાલમાં જ તે ટીવી રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળી હતી. પરંતુ તેની જર્ની આગળ વધી ન શકી. આ દિવસોમાં તે પોતાના બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી હતી. તેનો પતિ કૃષ્ણા અભિષેકએ સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો શેર કરી હતી. કશ્મીરા શાહે ૨૦૧૩માં કૃષ્ણા અભિષેક સાથે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન પછી માતા બનવાનો આનંદ મળ્યો ન હતો. ૧૪ વખત નિષ્ફળ થયા પછી તેણે સલમાન ખાનની સલાહને અનુસરી અને વિજ્ઞાનનો ટેકો લીધો. સલમાનની સલાહથી કાશ્મીરા અને કૃષ્ણાના જીવનમાં ખુશી છવાઇ ગઈ હતી.
પપ્પુ પાસ હો ગયા ફિલ્મના સેટથી કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેકના પ્રેમની શરૂઆત થઈ હતી. શૂટિંગ કર્યા પછી પણ બંને ઘણીવાર સાથે સમય પસાર કરતા હતા. પછી બંનેએ લિવઈનમાં રહેવાનું શરૂ કર્યું અને ત્યારબાદ લગ્ન કર્યા. બે વર્ષ સુધી તેઓએ તેમના સંબંધોને સાર્વજનિક કર્યા નહોતા, પરંતુ થોડા સમય પછી બંનેએ જાહેરમાં પોતાનો સંબંધ કબૂલ કર્યો હતો. લગ્ન પછી માતા બનવાના લાખ પ્રયત્નો કર્યા પછી પણ તે ગર્ભધારણ કરવામાં અસમર્થ હતી. એક ઈન્ટરવ્યૂમાં કાશ્મીરાએ કહ્યું હતું કે તેણે ગર્ભવતી બનવા માટે ૧૪ વાર પ્રયત્ન કર્યો હતો પણ નિષ્ફળ ગઈ હતી.
કુદરતી રીતે ગર્ભવતી ન થલાથી કાશ્મીરા અને કૃષ્ણાએ આઈવીએફ ટેકનોલોજીનો આશરો લીધો, પરંતુ તેમ છતાં કામ થયું નહીં. કશ્મીરાએ કહ્યું કે આ પછી સલમાન ખાને તેમને સરોગેસીની સલાહ આપી હતી જે તેમના માટે ખૂબ અસરકારક સાબિત થઈ હતી. કૃષ્ણા-કાશ્મીરાએ સરોગેસીનો આશરો લીધો હતો અને ૨૦૧૭માં તેમને બે જોડિયા પુત્રો થયા હતા, ત્યારબાદ તેમનું જીવન ખુશીથી ભરાઈ ગયું હતું. આ સલાહ માટે કાશ્મીરા હંમેશા સલમાનનો આભાર માને છે.