મુંબઇ : પ્રોડ્યૂસર બોની કપૂર હંમેશાથી જ પોતાના પરિવાર વિશે વાત કરતાં હોય છે, પરંતુ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાના ચાર બાળકો અર્જુન કપૂર, અંશુલા, જાહ્નવી અને ખુશી વિશે ખુલીને વાત કરી. આ દરમિયાન તેઓએ સલમાન ખાન સાથેના પોતાના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી.
એક્ટર સલમાન ખાન અને પ્રોડ્યૂસર બોની કપૂર સારા દોસ્ત રહી ચૂક્યા છે. બંનએ સાથે વોન્ટેડ અને નો એન્ટ્રી જેવી હિટ ફિલ્મો કરી છે, પરંતુ ૨૦૦૯માં વોન્ટેડ બાદથી બંને ફરી એકસાથે ક્યારેય સાથે જોવા નથી મળ્યા. બાદમાં એવા અહેવાલો આવ્યા કે બંનેના સંબંધોમાં હવે પહેલા જેવી વાત નથી રહી. બંનેના સંબંધો ખરાબ થવા માટે અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના સંબંધો હોઈ શકે છે.
બોની કપૂરે કબૂલ્યું કે સલમાન ખાનની સાથે તેમના સંબંધો પર ચર્ચા કરી. તેઓએ જણાવ્યું કે અર્જુનને અભિનયની દુનિયામાં ઉતારવા માટે સલમાન ખાને જ સૂચન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે અર્જુન હંમેશાથી ફિલ્મ ડાયરેક્ટર બનવા માંગતો હતો અને તેથી મારી પાસે તેને લૉન્ચ કરવાનો કોઈ પ્લાન નહોતો. પરંતુ જ્યારે સલમાને સૂચન કર્યું તો અર્જુન અભિયન માટે તૈયાર થયો. સલમાને અર્જુનને અભિનયમાં આવવા માટે પ્રોત્સાહિત કર્યો. મારી ઉપર સલમાનનો આ ઉપકાર રહેશે. પરંતુ દુર્ભાગ્યથી સલમાનની સાથે મારા સંબંધો હવે તણાવપૂર્ણ છે.