Charotar Sandesh
બોલિવૂડ

સુશાંત આપઘાત કેસ : રિયા ચક્રવર્તીએ પોતાના પર લાગેલા આરોપો પર મૌન તોડ્યુ…

’મને અને મારા પરિવારને જીવનું જોખમ’

મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતના મોત મામલામાં તમામ આરોપ જેના પર લાગેલા છે તે રિયા ચક્રવર્તીએ પહેલી વખત આ કેસમાં મૌન તોડ્યું છે. રિયાએ પોતાને નિર્દોશ બતાવતા કહ્યું છે કે જે પ્રકારની વાતો થઈ રહી છે તેમાં થોડી પણ સચ્ચાઈ નથી. રિયાએ એક ન્યૂઝ ચેનલના ઈંટરવ્યુમાં તે યૂરોપ ટ્રીપને લઈને ખુલાસો પણ કર્યો છે. જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેના પછીથી સુશાંત બદલી ગયો હતો. રિયાએ કહ્યું કે તે સુશાંતના પૈસા ઉપર નહોતી જીવી રહી અને બંને એક કપલની જેમ રહેતા હતા. રિયા ચક્રવર્તીએ કહ્યું યૂરોપ જ્યારે અમે જઈ રહ્યા હતા ત્યારે સુશાંતે જણાવ્યું હતું કે તેને ફ્લાઈટ બેસવાથી ડર લાગે છે. એના માટે તે એક દવા લેતો હતો. જેનુ નામ હતું મોડાફિનિલ. ફ્લાઈટ પહેલા પણ દવા લીધી હતી. કારણ કે તે દવા સુશાંત હંમેશા પોતાની પાસે રાખતો હતો. રિયાએ જણાવ્યું કે પેરિસમાં મારું એક શુટ થવાનું હતું. એના માટે ઈવેંટ ઓર્ગેનાઈઝ કરવાવાળી કંપનીની તરફથી પ્લાઈટની ટિકિટ અને હોટલનું બુકિંગ થઈ ગયું હતું. પરંતુ આ સુશાંતનો આઈડિયા હતો કે આ બહાને યુરોપની ટ્રીપ કરીએ. ત્યારબાદ સુશાંતે મારી ટિકિટ રદ્દ કરાની અને પોતાના પૈસાએ ફર્સ્ટ ક્લાસની ટિકિટ બુક કરાવી. મેં એને ટોક્યો પણ હતો કે તુ બહુ પૈસાનો ખર્ચ કરી રહ્યો છે. કારણ કે ટ્રીપ ઘણી લાંબી છે. રિયાએ આગળ જણાવતા કહ્યું હતું કે અમે પેરિસ પહોંચ્યા.
જ્યાં ત્રણ દિવસ સુધી સુશાંત રૂમની બહાર ન નીકળ્યો. જતા પહેલા તે ખુબ ખુશ હતો. પરંતુ પેરિસ પહોંચ્યા પછી તે રૂમમાંથી બહાર ન નિકળ્યો. સ્વિટ્‌ઝરલેન્ડ પહોંચતા તે ખુશ હતો. જ્યારે અમે ઈટલી પહોંચ્યા તો અમારી હોટલના રૂમમાં એક અલગ પ્રકારની સ્ટ્રક્ચર હતું. સુશાંત કહ્યું કે અહિંયા કંઈ છે. પરંતુ મે કહ્યું કે એક ખરાબ સપનું હોય શકે છે. તેના પછીથી સુશાંતની હાલત બદલાઈ અને તે રૂમમાંથી બહાર નિકળવા માંગતો નહોતો. રિયા ચક્રવર્તીએ પોતાના ઈંટરવ્યુંમાં જણાવ્યું કે ૨૦૧૩માં સુશાંતની સાથે કંઈ થયું હતું. ત્યારે તેની સાથે ડિપ્રેશન જેવી વસ્તુઓ થઈ હતી. તે સમયે તે મનોચિકિત્સકને પણ મળ્યો હતો. જેનુ નામ હતું હરેશ શેટ્ટી. તેણે જ સુશાંતને દવા વિશે જણાવ્યું હતું. રિયાના મત મુજબ જ્યારે તેણે સુશાંતને પૂછ્યુ કે શું થઈ રહ્યું છે ત્યારે સુશાંતે તેને ૨૦૧૩ પછી વાતો જણાવી હતી.
પરંતુ ત્યારે તેને ડિપ્રેશનની અસર થવા લાગી હતી. જેના કારણે યૂરોપની ટ્રિપનો સમય ઓછો કરી દીધો હતો. યૂરોપ ટ્રિપ ઉપર શૌવિકને સાથે લઈ જવાના સવાલ ઉપર રિયાએ કહ્યું શૌવિક, સુશાંતમાં બોન્ડિંગ સારૂ હતું. અમે ત્રણેય સાથે એક કંપની બનાવી હતી. જેનું નામ હતું રિયેલિટિક્સ હતું. આ સુશાંતનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. જેમાં મારા ભાઈ, હું અને સુશાંત પાર્ટનર હતા. જેના માટે ત્રણેય પાર્ટનરે ૩૩,૦૦૦-૩૩,૦૦૦ રૂપિયા આપ્યા હતા. મારા ભાઈના પૈસા મેં મારા ખાતામાંથી આપ્યા હતા. રિયાને પૂછવામાં આવ્યું કે સુશાંતના પરિવારનો આરોપ છે કે તું સુશાંતના પૈસા ખર્ચ કરી રહી હતી. જેન જવાબમાં રિયાએ કહ્યું કે હું સુશાંતના પૈસા ઉપર નથી જીવી રહી. અમે એક કપલની જેમ રહેતા હતા. સુશાંતની લાઈફ સ્ટાઈલ ખુબ જ ખર્ચાળ હતી. હું તેના કારણે ચિંતામાં રહેતી હતી.
એક્ટ્રેસ વધુમાં લખે છે કે, અમે તપાસ એજન્સીઓને પણ આ વિશે જણાવ્યું પરંતુ ત્યાંથી પણ અમને કોઈ મદદ ન મળી. આ પરિવાર કેવી રીતે જીવતો રહેશે. અમે માત્ર મદદ કરવા માટે કહી રહ્યા છીએ. હું મુંબઈ પોલીસને રિક્વેસ્ટ કરું છું કે અમને સુરક્ષા આપે જેથી અમે તપાસ એજન્સીઓ સાથે સહયોગ કરી શકીએ. ઈંજટ્ઠકીઅર્કદ્બિઅકટ્ઠદ્બૈઙ્મઅ કોરોનાના સમયે આ સામાન્ય કાયદો અને પ્રતિબંધનો આદેશ આપવો જોઈએ. આભાર.

Related posts

લગ્નમાં અમે બધાને આમંત્રણ આપીશુ,અત્યારે લગ્ન નથી કરવાના : અર્જુન કપૂર

Charotar Sandesh

સલમાન ખાને બિગ બૉસ ઓટીટીનો શાનદાર પ્રોમો રિલીઝ કર્યો

Charotar Sandesh

રાજકુમાર રાવ અને પ્રિયંકા ચોપરાએ ‘ધ વ્હાઇટ ટાઇગર’ની તૈયારી શરૂ કરી…

Charotar Sandesh