Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

સેન્સેક્સમાં ૧૪૦૦ અંકનો પ્રચંડ કડાકો : ૪ લાખ કરોડનું ધોવાણ…

યસ બેન્કનો ધબડકો-કોરોના વાયરસનો પ્રકોપઃ શેરબજાર કડડભૂસ…

દિવસના અંતે સેન્સેક્સ ૮૯૩ ઘટી ૩૭૫૭૬ની સપાટીએ તો નિફ્ટી ૨૭૯ માઇનસ સાથે ૧૦૯૮૯ના સ્તરે…

મુંબઇ : ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના કામકાજનો છેલ્લા દિવસે સેન્સેક્સમાં ૧૪૦૦ પોઇન્ટનો ઘટાડો નોંધાતા આજનો શુક્રવાર પણ ગયા શુક્રવારની જેમ ફરી એકવાર બ્લેક ફ્રાઇડે સાબિત થયો હતો. અમેરિકામાં કોરોના વાયરસનો વ્યાપના કારણે ડો જોન્સ ૯૬૯ પોઈન્ટ કે ૩.૫૮ ટકાનો ઘટાડો, ભારતીય બજારમાં વૈશ્વિક નબળાઈ અને સ્થાનિક રીતે દેશની ચોથા ક્રમની ખાનગી બેંક યસ બેંક ઉપર રિઝર્વ બેન્કે નિયંત્રણ મુકતા યસ બેંકના શેરોની સાથે અન્ય શેરોમાં ભારે કડાકો બોલાઇ જતાં રોકાણકારોના એક જ દિવસમાં ફરીથી અંદાજે ૪ લાખ કરોડનું ધોવાણ થયું હતું. સેન્સેક્સમાં ૧૪૦૦ સપાટી તેની સાથે રૂપિયો પણ ૭૪ની સપાટી પાર કરી ગયો હતો. શેરબજારમાં ભારે કડાકાને પગલે દ્ગજીઈમાં ૩૯૫ સિક્યુરિટી ૫૨ સપ્તાહના તળિયે પહોંચી ટ્રેડ કરી રહી હતી. કેપિટલ ગુડ્‌સ ૫૭૧.૪૪ પોઈન્ટ,ઓટો ઈન્ડેક્સ ૪૪૧.૬૬ પોઇન્ટ,કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૫૭૧.૪૪ પોઇન્ટ ગગડ્યા મ્જીઈમાં લિસ્ટેડ કંપનીઓનું બજારમૂલ્ય રૂ.૧૪૭.૫૯ લાખ કરોડથી ઘટીને રૂ.૧૪૩.૧૭ લાખ કરોડ થયું હતું. સેન્સેક્સ ૮૫૭ અંક ઘટીને ૩૭,૬૧૩.૯૬ પર ખુલ્યો અને બીએસઈ સેન્સેક્સ જોતજોતામાં ૧૪૦૦ પોઇન્ટ તૂટી ગયો હતો. સેન્સેક્સ આખરે ૮૯૪ પોઇન્ટના ઘટાડા સાથે ૩૭,૫૭૬ પર સમાપ્ત થયો. ડૂબવાના આરે આવેલી ખાનગી યસ બેન્કનો શેર ૫૫ ટકા તૂટીને ૧૬.૫૫ પર ટ્રેડ કરી રહ્યો હતો. ૧૧ વાગ્યા સુધીમાં યસ બેન્કનો શેર લગભગ ૮૫ ટકા ઘટીને રૂ. ૧૬.૫૫ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ શેરબજારમાં ફરીથી આજનો દિવસ લગભગ યસ બેંકની નબળાઇને કારણે રોકાણકારો માટે કાળો દિવસ સાબિત થયો હતો.

દિવસ દરમિયાન બીએસઇમાં સેન્સેક્સ ઉપરમાં ૩૭,૭૪૭.૦૭ અને નીચામાં ૩૭,૦૧૧.૦૯ પોઈન્ટ્‌સની રેન્જમાં અથડાયા બાદ ૮૯૩.૯૯ પોઈન્ટ્‌સ અથવા ૨.૩૨ ટકા ઘટીને ૩૭,૫૭૬.૬૨ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૧,૦૩૫.૧૦ અને નીચામાં ૧૦,૮૨૭.૪૦ પોઈન્ટ્‌સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૨૮૯.૪૫ પોઈન્ટ્‌સ અથવા ૨.૫૭ ટકા ગગડીને ૧૦,૯૭૯.૫૫ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ મિડકેપ અને બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૨.૩૬ ટકા અને ૧.૯૨ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
આજે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. આજે બીએસઇમાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. મેટલ, બેન્ક, ઓટો, રિયલ્ટી, ઓઈલ-ગેસ, પાવર અને ફાઈનાન્સ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

આજે બીએસઇ પર ઘટીને બંધ રહેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ ૬.૫૧ ટકા, એસબીઆઈ ૬.૧૯ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૫.૬૨ ટકા, એચડીએફસી ૩.૯૦ ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક ૩.૬૭ ટકા, ઓએનજીસી ૩.૬૨ ટકાનો સમાવેશ થાય છે. શુક્રવારે વધીને બંધ રહેલા મુખ્ય શેરોમાં બજાજ ઓટો ૧.૨૦ ટકા, મારુતિ ૧.૦૩ ટકા અને એશિયન પેઈન્ટ્‌સ ૦.૧૩ ટકાનો સમાવેશ થાય છે.

Related posts

વાર્ષિક ૮ લાખ આવક ધરાવનાર કેવી રીતે આર્થિક કમજોર વર્ગમાં આવી શકે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

ગુજરાત સહિતની પેટા ચૂંટણીનો કાર્યક્રમ યોગ્ય સમયે જાહેર કરાશે : ચૂંટણી પંચ

Charotar Sandesh

દરેક વર્ગ સુધી ન્યાય પહોંચે તે સરકારની પ્રાથમિકતા : વડાપ્રધાન મોદી

Charotar Sandesh