Charotar Sandesh
બોલિવૂડ

સોનુ સુદને ફોર્બ્સ તરફથી મળ્યો લીડરશીપ એવોર્ડ ૨૦૨૧…

મુંબઈ : કોરોના વાયરસે પાછલા વર્ષે જ્યારે લોકોને ઘરમાં કેદ રહેવા માટે મજબુર કર્યાં હતાં. ત્યારે ઘણા પ્રવાસી મજૂરો માટે સોનુ સુદ ભગવાન બનીને આવ્યો હતો. કેટવાક લોકોએ તેને રીયલ હીરો કહેવામાં આવે છે. તો કોઈ ભગવાન માનવા લાગ્યાં છે. પ્રવાસી મજૂરો, કારીગરો અને બહાર ભણતા બાળકોને તેને લોકડાઉનની વચ્ચે દેશમાં સુરક્ષિત તેના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. આ કામ માટે તેને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યાં છે. હવે સોનુ સુદે એક વખત ફરી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એવોર્ડ મળ્યો છે. જેનો ઉલ્લેખ તેને ટિ્‌વટ કરીને કર્યો છે.
રીલ હીરોથી રીયલ હીરો બનેવા સોનુ સુદને ફોર્બ્સ તરફથી લીડરશીપ એવોર્ડ ૨૦૨૧ દેવામાં આવ્યો છે. સોનુ સુદને કોવિડ-૧૯ હીરો બતાવવામાં આવોય છે. તેને ટ્રોફિનો ફોટો ટિ્‌વટ કરીને આ એવોર્ડ માટે હાથ જોડીને આભાર માન્યો છે. કોવિડના કારણે સોનુએ આ એવોર્ડને વર્ચુઅલ રીતે સ્વિકાર કર્યો છે.
લોકડાઉન બાદથી સોનુ પાસે મદદ માંગવાનો સીલસીલો જે શરૂ થયો હતો તે હજુ સુધી રોકાયો નથી. સોનુ પાસે લોકો સતત મદદ માંગી રહ્યાં છે અને એક્ટર સહાયતા દેવાની તમામ કોશિષ કરી રહ્યાં છે. હજુ પણ તે લોકોની બીમારી અને બાળકોના ભણતર માટે માગવામાં આવતી મદદ માટે દિલ ખોલીને મદદ માટે હાથ આગળ કરી રહ્યાં છે.

Related posts

’મન્નત’ની બાલકનીમાં શૂટ કરતો જોવા મળ્યો શાહરૂખ ખાન, વીડિયો વાયરલ…

Charotar Sandesh

સુશાંત સુસાઈડ કેસમાં પોલીસે યશરાજ ફિલ્મ્સના બે મોટા અધિકારીઓની કરી પૂછપરછ…

Charotar Sandesh

કેન્સર મુક્ત થવા છતા હજુ વધુ 2 મહિના ન્યૂયોર્કમાં રહેશે ઋષિ કપૂર

Charotar Sandesh