મુંબઈ : સોનુ સૂદ કોરોનામુક્ત થઇ ગયો છે. માત્ર ૬ દિવસમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. સોનુએ આ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સોનુ ગયા વર્ષના લોકડાઉનથી પ્રવાસીઓ, શ્રમિકો, વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. આ બધાના પ્રાર્થનાની અસરે તે અઠવાડિયાંમાં સ્વસ્થ થઇ ગયો.
સોનુ સૂદ હોમ આઈસોલેશનમાં પણ મદદ માટે સતત એક્ટિવ રહ્યો. તેની ટીમે જરૂરિયાતમંદ લોકોને દવાઓ, બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન મોકલી મદદ કરી.
સોનુએ કહ્યું, નમસ્કાર મિત્રો, તમને બધાને કહેવા માગું છું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાને ક્વોરન્ટીન કરી લીધો છે. ચિંતા જેવું કઈ નથી. ઊલટાનું મારા પાસે તમારા માટે હવે વધારે સમય છે. યાદ રાખજો, હું હંમેશાં તમારી સાથે જ છું.
ગયા વર્ષે લોકડાઉન દરમિયાન હજારો પ્રવાસી શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડનારા સોનુ સૂદે ઈમોશનલ પોસ્ટ કરી હતી. આ વર્ષે તો કોવિડના દર્દીઓ માટે બેડ અને દવાઓ ના પહોંચાડવાને લીધે લાચારી વ્યક્ત કરી છે. શુક્રવારે તેણે સો. મીડિયા પર લખ્યું, મેં સવારથી મારો ફોન મૂક્યો નથી. આખા દેશમાંથી હોસ્પિટલ, બેડ, દવાઓ, ઈન્જેક્શન માટે હજારો કોલ્સ આવી ચૂક્યા છે અને અત્યારસુધી હું ઘણાની મદદ કરી શક્યો નથી. હેલ્પલેસ અનુભવ કરું છું. સ્થિતિ ડરામણી છે. પ્લીઝ, ઘરમાં રહો, માસ્ક પહેરો અને પોતાને સંક્રમણથી બચાવો.
સોનુએ એક બીજી પોસ્ટ કરી લખ્યું, જે કહ્યું, એ કર્યું. હજુ પણ મારું કામ ચાલુ છે. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને અનેક જીવન બચાવી શકીએ છીએ. આ સમય કોઈને દોષ દેવાનો નહિ, પણ તેમના માટે આગળ આવવાનો છે. જરૂરિયાતમંદ લોકો સુધી મેડિકલ સુવિધા પહોંચાડવાનું કામ કરો. આવો, મળીને જિંદગી બચાવીએ. તમારા માટે હું હંમેશાં અવેલેબલ છું.