સોમનાથ : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ પોતાના સૌરાષ્ટ્રના પ્રવાસના પહેલા દિવસે જ સોમનાથમાં ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા છે.
સોમનાથમાં સી.આર. પાટિલને આવકારવા માટે એકઠા થયેલા ભાજપના કાર્યકરોએ અતિ ઉત્સાહમાં આવી જઈને ફટાકડા ફોડતાં સી. આર. પાટિલને આંખમાં વાગ્યું હતું અને ઘાયલ થયા હતા. સી.આર પાટીલને તરત જ ચેક અપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
સી.આર. પાટીલને આંખમાં વધારે વાગ્યું ચે કે ઓછું વાગ્યું છે તે અંગે કોઈ વિગતો હજુ અપાઈ નથી. હોસ્પિટલમા ચેક અપ બાદ આ અંગેની વિગતો જાહેર કરાશે એવું ભાજપનાં સૂત્રોએ કહ્યું છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજથી ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા છે. ત્યારે તાલાલામાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સી.આર.પાટીલે સૌરાષ્ટ્રના પ્રવાસની શરૂઆત કરી છે. પરંતુ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનુ ભાન ભૂલ્યા હતા. ગીર સોમનાથમાં સ્વાગતમાં કાર્યકરોએ આતશબાજી કરતા ફટાકડાથી સી.આર. પાટીલને આંખમાં ઈજા પહોંચી હતી. આથી તેઓને તાત્કાલિક તબીબ પાસે લઈ જવામાં આવ્યા હતા.