Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

સોમવારથી અર્થતંત્રની ગાડી પાટે ચડશે : લોકડાઉન-4 નિશ્ચિત પણ વ્યાપક છૂટછાટો અપાશે…

લોકડાઉન ૪.૦નું કાઉન્‍ટડાઉન શરૂ : આજે સરકાર ગાઇડલાઇન્‍સ જારી કરશે…

કેન્દ્રની ગાઈડલાઈન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરશે: પોલીસ હવે પાસની નહી સોશ્યલ ડિસ્ટન્સની જ ચિંતા કરે…

સરકાર હવે કોરોના સામેની લડાઈમાં જનતાને વધુ સાંકળશે…

▪️ આજે ગૃહમંત્રાલય રાજયોને માર્ગરેખા પાઠવશે ▪️ ધંધા-વ્યાપાર વ્યાપક રીતે ખુલશે ▪️ ઓટો-ટેક્ષીને મંજુરીની ધારણા ▪️ જાહેર ટ્રાન્સપોર્ટમાં સાવચેતી

▪️ બન્ને રાજયો સંમત હોય તો આંતરિક વિમાની સેવાને મંજુરી અપાશે ▪️ કોંગ્રેસ શાસનના રાજયો તમામ છૂટની તરફેણમાં ▪️ ભાજપના રાજયો દિલ્હીની મંજુરી સાથે આગળ વધશે

નવી દિલ્હી : દેશમાં કોરોનાના સંક્રમણને રોકવા લાદવામાં આવેલા લોકડાઉનના ત્રીજો તબકકો આવતીકાલે પુરો થઈ રહ્યો છે અને સોમવારથી લોકોને ‘ઘર-બંધી’ માંથી મુક્તિ મળશે કે કેમ તેનો જબરી ઈન્તેજારી અને ઉચાટ પણ છે તે વચ્ચે આજે રાજયોને સ્થાનિક પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાની છૂટ સાથે કેન્દ્ર સરકાર લોકડાઉન-4ની જાહેરાત સામે તા.31 મે સુધી લોકડાઉન લંબાવે પણ અનેક મહત્વની છૂટછાટો પણ આપે તેવા સંકેત છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં લોકડાઉન લંબાવવા મુદે બે દિવસમાં શ્રેણીબદ્ધ બેઠકો કરી છે અને કેન્દ્ર સાથે પણ સતત સંપર્કમાં છે તથા આજે કેન્દ્રીય ગાઈડલાઈન આપ્યા બાદ તેના પરથી ગુજરાતમાં લોકડાઉન-4નું માળખું રચાશે પણ રાજયમાં વ્યાપક છૂટછાટ હશે તે નિશ્ચિત છે. મુખ્યમંત્રીએ બે દિવસ પુર્વે જ જે ધિરાણ યોજના જાહેર કરી છે તેનો મહતમ લાભ આપવાની યોજના છે જે તા.21થી શરૂ થશે. રાજયમાં ક્નટેન્મેન્ટ સિવાય બસ સેવા સોશ્યલ ડીસ્ટન્સ સાથે ચાલુ થઈ શકે છે.

દેશમાં મહારાષ્ટ્રમાં મુંબઈ-પુના-ગુજરાતમાં અમદાવાદ-સુરત-વડોદરા-તામિલનાડુમાં ચેન્નઈ, દિલ્હી, પાટનગર સહિતના અનેક ક્ષેત્રો રેડઝોનમાં છે અને દેશના નવા કોરોના પોઝીટીવના 80% કેસ આક્ષેપમાંથી આવે છે તેથી ક્ષેત્રો રેડઝોનમાં છે ત્યાં લોકડાઉનમાં માત્ર હળવી છૂટછાટ અપાશે જયારે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વ્યાપાર-ધંધા વ્યાપક પણ ચાલુ થાય એવી ધારણા છે અને ફકત સોશ્યલ ડીસ્ટન્સ જાળવવામાં જયાં મુશ્કેલી પડે તેવા મોલ-મલ્ટીપ્લેકસ અને રેસ્ટોરા તથા અન્ય જાહેર સ્થળો, જાહેર સમારોહો, મેળાવડા, બેઠકો, ધાર્મિક પ્રસંગો, સામાજીક ઉત્સવો જેવા પ્રતિબંધો યથાવત રહેશે.

ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પણ હજું થોડા-થોડા પોઝીટીવ કેસ જાહેર થયા છે. ખાસ કરીને દેશમાં પરપ્રાંતીય મજૂરોની જે હિજરત થઈ છે તેઓ પોતાના વતન પહોંચ્યા છે અને તેમાં કોરોના પોઝીટીવ સંક્રમણ વધારી શકે છે. મહારાષ્ટ્રમાં મુંબઈ-પુનામાં તો લોકડાઉન લંબાવી જ દેવાયુ છે. બીઝનેસ સ્ટાન્ડર્ડના રીપોર્ટ મુજબ ભાજપ શાસનના મોટાભાગના રાજયોએ લોકડાઉન લંબાવવા અને છૂટછાટોની આ ભલામણ કરી છે. બિહારમાં મુખ્યમંત્રી નિતીશકુમારે લોકડાઉન 4 લંબાવવા તરફેણ કરી છે. કોંગ્રેસ શાસનના રાજસ્થાન, છતીસગઢ અને પંજાબના આવશ્યક-બિનઆવશ્યક તમામ કામગીરી ક્નટેન્મેન્ટ ઝોન સિવાય રેડ ઝોન સહિતના ઝોનમાં ચાલુ કરવાની તરફેણ કરે છે.

Related posts

સુરતમાં ૫૦૦ કરોડથી વધુના કામોનું મુખ્યમંત્રી રૂપાણીએ લોકાર્પણ કર્યું…

Charotar Sandesh

ટ્રમ્પ ઇફેકટ : અમેરીકામાં નોકરીની શોધમાં રહેલા ભારતીયની સંખ્યા ઘટી

Charotar Sandesh

ભારતના દુશ્મનોની હવે ખેર નથી, ઇસરો લોન્ચ કરશે રિસૈટ-૨મ્ઇ૧ સેટલાઇટ

Charotar Sandesh