અમદાવાદ : અમદાવાદના આંગણે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ પૂર્વ નવનિર્મિત સ્ટડિયમનું ઉદઘાટન રામનાથ કોવિંદ હસ્તે કરવામાં આવ્યું હતું. જો કે આ ઉદઘાટન સમયે રામનાથ કોવિદે બધાને સરપ્રાઇઝ આપ્યું. જેવો તકતી પરથી પડદો ઉંચક્યો કે, તકતી પર જોવા મળ્યું,‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ ગુજરાત અસોશિયએશને નામ બદલીને નરેન્દ્ર મોદી કરી દીધું છે.
૧૯૮૩માં તૈયાર થયેલા આ સરદાર પટેલ સ્ટેડિયમમાં સરદારનું નામ ભૂસાઇ જતાં આ મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કેટલાક સવાલ ઉઠાવતા ટવિટ કર્યું છે. હાર્દિક પટેલે ટવિટ કરતા લખ્યું છે. કે, ‘શું આ સરદાર પટેલનું અપમાન નથી? સરદારના નામ પર મત માંગનાર ભાજપ હવે સરદાર સાહેબનું અપમાન કરી રહી છે.
ગુજરાતની જનતા સરદાર પટેલનું અપમાન નહીં સહન કરે. સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલાય જતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા આ ઘટનાને સરદાર સાહેબનું અપમાન ગણાવ્યું છે.