ન્યુ દિલ્હી : જોન્સન એન્ડ જોન્સનની દાવા સાથે લોન્ચ થયેલી કોરોના વેકસીન સામે જો કે અમેરિકામાં હજુ થોડા પ્રશ્ર્નો ઉભા થયા છે પરંતુ ભારતમાં જે રીતે વેકસીનની તંગી છે તે જોતા આ અમેરિકી કંપનીએ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે વેકસીન લોન્ચ કરવા મંજુરી માંગી છે. સરકારની નવી યોજના મુજબ વિદેશમાં મંજુર થયેલી વેકસીન ફકત ત્રણ દિવસમાં ભારતમાં મંજુરી આપી દેવાશે અને હવે જોન્સન એન્ડ જોન્સનને તેના પર આશા વર્તાઈ રહી છે.