Charotar Sandesh
ઈન્ડિયા

હિમાચલ પ્રદેશમાં ચીનના હેલિકોપ્ટરની ૧૨ કિલોમીટર સુધી ઘૂસણખોરી…

દોઢ મહિનામાં ચીની સેનાની બીજી વખત ઘૂસણખોરી…

ન્યુ દિલ્હી : ભારતની સરહદ પર ચીન છેલ્લાં ઘણા સમયથી અવળચંડાઇ કરી રહ્યું છે. ફરી એક વખત ચીને કારસ્તાન કર્યું છે. હવે ચીને હિમાચલ પ્રદેશમાં ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિષ કરી છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ચીનની સાથે લાગેલી સરહદને ક્રોસ કરી ચીનના હેલિકોપ્ટર ભારતીય સરહદમાં ૧૨ કિલોમીટર અંદર આવી ગયા હતા.

હિમાચલ પોલીસના મતે મે મહિનાના પહેલા સપ્તાહ અને એપ્રિલના છેલ્લાં સપ્તાહમાં ચીનના હેલિકોપ્ટર ભારતીય સરહદમાં ઘૂસી ગયા. આ હેલિકોપ્ટર સરહદની અંદર ૧૨ કિલોમીટર સુધી આવી ગયા હતા. હિમાચલ પ્રદેશ પોલીસે આ બાબતે એક એલર્ટ મિલિટ્રી ઇન્ટેલીજન્સ, આઇબી, અને આઇટીબીપીને મોકલી છે. તેમાં હિમાચલ પ્રદેશ પોલીસે દાવો કર્યો કે છેલ્લાં એક થી દોઢ મહિનામાં ચીનની સેનાએ બે વખત લાહૌલ સ્પીતિ વિસ્તારમાં ઘૂસણખોરી કરી છે.
રાજ્ય સરકારના અધિકારીઓના મતે ચીનના હેલિકોપ્ટર લાહૌલ-સ્પીચિ જિલ્લા સમદોહ પોસ્ટથી દેખાયા હતા. આ હેલિકોપ્ટર ખૂબ જ નીચે ઉડાન ભરી રહ્યા હતા.

રિપોર્ટના મતે પહેલી વખત એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં ચીની હેલિકોપ્ટર ભારતીય સરહદમાં આવ્યા, ત્યારબાદ મે મહિનાના પહેલા સપ્તાહમાં આ ઘટના ફરીથી બની. જ્યારે ચીનના હેલિકોપ્ટર ભારતીય સરહદમાં ૧૨ કિલોમીટર અંદર સુધી આવી ગયા ત્યારબાદ ફરીથી આ હેલિકોપ્ટર તિબેટ તરફ જતા રહ્યા.
લાહૌલ-સ્પીતિમાં ચીનના કારસ્તાન બાદ બોર્ડર પર દેખરેખ વધારી દીધી છે. આઇટીબીપીના જવાન એલર્ટ છે અને ચીનની પોસ્ટ પર થનાર દરેક ગતિવિધિઓ પર તેની નજર છે.

Related posts

દેશમાં ૧૮થી ઉપરના ૪૫ કરોડ નાગરિકો છે, પરંતુ ૬ દિવસમાં માત્ર ૧૧.૮૧ લાખનું વેક્સિનેશન…

Charotar Sandesh

નવા વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ૧૦ જાન્યુઆરીએ : ભારતમાં દેખાશે…

Charotar Sandesh

વૉટ્‌સએપ ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન અંગે હાઈકોર્ટે આપ્યો આ નિર્ણય…

Charotar Sandesh