Charotar Sandesh
ઈન્ડિયા

હોળી પહેલાં લોકોને રાહત : રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ૫૩ રૂ.નો ઘટાડો…

હવે ગ્રાહકોને ૩૨૫ રૃપિયા સબસિડી મળશે…

ન્યુ દિલ્હી : હોળીના તહેવાર પહેલાં મોદી સરકારે ગેસ વપરાશકર્તાઓને મોટી ભેટ આપી છે. સબ્સિડીવાળા રસોઈ ગેસ (૧૪.૨ કિલોગ્રામ) ૫૨.૫૦ રૂપિયા સસ્તો થયો છે. હાલ સુધી ૮૯૩.૫૦ રૂપિયામાં મળનારા ઘરેલૂ સિલિન્ડર માર્ચ મહિનામાં ૮૪૧ રૂપિયાના ભાવે મળશે. ફેબ્રુઆરી મહિનામાં ૧૨ તારીખે ૧૪૪.૫૦ રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો હતો. ગેસના ભાવમાં આ ઘટાડો આજના દિવસથી લાગૂ થયા છે.

હાલમાં તેલ કંપનીઓએ કોર્મશિયલ સિલિન્ડર (૧૯ કિલોગ્રામ) માં ભાવમાં ૮૪.૫૦ રૂપિયાનો ઘટાડો થયો છે. કોર્મશિયલ સિલિન્ડરમાં હવે ૧૪૬૫.૫૦ રૂપિયા છે. ૫ કિલોનો નાનો સિલિન્ડર પણ ૧૮.૫૦ રૂપિયા સસ્તો થયો છે. નાનો સિલિન્ડર હવે ૩૦૮ રૂપિયામાં મળશે.

ઘરેલુ એલપીજી સિલિન્ડર માર્કેટ પ્રાઇસ (સબસિડી ન મળતા દરો) માં ઘટાડો થયા બાદ હવે ગ્રાહકોને ૩૨૫.૭૧ રૂપિયા સબસિડી મળશે. એટલે કે સબસિડીવાળા સિલિન્ડરનો વપરાશકારો લગભગ ૫૧૫ રૂપિયા ખર્ચ કરશે.
હાલમાં સરકાર એક વર્ષમાં દરેક ઘર માટે ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડરોને સબસિડી આપે છે. જો તમને આ કરતા વધુ સિલિન્ડર જોઈએ છે, તો તમારે બજાર ભાવે ખરીદવું પડશે. તેમ છતાં સરકાર દર વર્ષે ૧૨ સિલિન્ડર પર આપેલી સબસિડી ભાવ પણ દર મહિને બદલાય છે. સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર જેવા પરિબળો સબસિડીની રકમ નક્કી કરે છે.

Related posts

મુંબઇમાં પાવર ગ્રિડ ફેલ : વીજળી ગુલ થતાં લોકલ ટ્રેનો થંભી…

Charotar Sandesh

PM મોદીનો પ્રિયંકા પર વાર, કહ્યું-ચોથી પેઢી પણ સાપનો ખેલ બતાવીને માગી રહી છે વોટ

Charotar Sandesh

2.67 લાખ રૂપિયાની સબસિડી આપીને રિયલ એસ્ટેટ કંપનીએ 500 કરોડની પ્રોપર્ટી વેચી

Charotar Sandesh