Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

૫૦ હજારની લાંચ લેતા વચેટિયો ટીઆરબી જવાન ઝડપાયો : પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ ફરાર…

નડીઆદ એસીબીએ પેટલાદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ લાંચના છટકાનું આયોજન કર્યું હતું…
પેટલાદમાં પ્રેમલગ્ન બાબતે ખોટુ સોગંધનામુ કરવા બદલ ગુનો દાખલ નહીં કરવા માંગેલી હતી લાંચ…

આણંદ : પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રેમ લગ્ન કરનાર યુવકની પત્નીને ખોટુ સોગંધનામુ રજુ કર્યું હોવાનું જણાવ્યું પત્ની અને વકીલ વિરુદ્ધ ગુનો નહી દાખલ કરવા માટે રુા. ૫૦ હજારની લાંચ પેટલાદ ટાઉનના કોન્સ્ટેબલે માંગી હતી. જેમાં રકમ સ્વીકારતા વચેટિયો ઝડપાઈ જવા પામ્યો હતો જ્યારે મહિપતસિંહ ફરાર થઈ ગયો હતો. આ અંગે આણંદ એસીબી પોલીસ મથકે બન્ને વિરૂધ્ધ ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા મહિપતસિંહને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદીએ પ્રેમલગ્ન કર્યા હતા. જેને લઈને તેની પત્નીની પિતા એટલે કે સસરાએ પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદી વિરૂધ્ધ અરજી કરી હતી અને જણાવ્યું હતુ કે, લગ્ન રજીસ્ટર કરવા માટે ફરિયાદીની પત્નીએ રજુ કરેલા સોગંધનામામાં ફરિયાદીના પત્નીએ તેઓના અગાઉના લગ્નનો ઉલ્લેખ કરેલ ન હોય ખોટુ સોગંધનામુ કરવા બાબતે ફરિયાદી, તેમના પત્ની અને સોગંધનામુ કરનાર વકિલ વિરૂધ્ધ ગુનો દાખલ નહીં કરવા માટે લોકરક્ષક પોલીસ કોન્ટેબલ મહિપતસિંહ પ્રવિણસિંહે એક લાખની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી દ્વારા કાંઈક ઓછુ કરવાનું કહેતા જ હાના હાના કરતા ૫૦ હજારમાં સોદો નક્કી થયો હતો. ફરિયાદીને લાંચની આ રકમ આપવી ના હોય તેમણે નડીઆદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને સઘળી વિગતો જણાવી હતી. જેથી પીઆઈ એમ. એફ. ચૌધરી અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતુ. જે અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે પેટલાદ શહેર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ફરિયાદીને લાંચની ૫૦ હજારની રકમ લઈને મોકલ્યા હતા. જ્યાં મહિપતસિંહે તેમના વતી વચેટિયા રાહુલભાઈ રામજીભાઈ રબારીને રકમ આપી દેવાનું કહેતા જ, ફરિયાદીએ ૫૦ હજાર રાહુલભાઈને આપી દીધા હતા. એ સાથે જ એસીબીની ટીમ ત્રાટકતા બન્ને ત્યાંથી ભાગ્યા હતા. જો કે પોલીસે રાહુલભાઈ રબારીને લાંચની ૫૦ હજારની રકમ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે મહિપતસિંહ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. મોડીરાતે પેટલાદનો પોલીસ જવાન લાંચ લેતા ઝડપાયો હોવાના સમાચાર પ્રસરી જવા પામ્યા હતા જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે આણંદ એસીબી પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

આણંદ : વિવાદિત ડોક્ટરે મિડીયા કવરેજ કરવા ગયેલ પત્રકારનો કેમેરો તોડી પાડી દાદાગીરી કરી..!

Charotar Sandesh

નડિયાદમાં કિશોરી પર ભગાડીને દુષ્કર્મ : આરોપીને કોર્ટે દસ વર્ષ કેદની સજા ફટકારી…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં વધુ ૯ કેસો નોંધાયા : હવે શહેરમાં સાંજે ૪ વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે…

Charotar Sandesh