Charotar Sandesh
ગુજરાત

અમદાવાદમાં લૂંટેરી દુલ્હન બાદ લૂંટારૂ દુલ્હોસામે આવ્યો : દાગીના-રૂપિયા લઇ પતિ ફરાર…

અમદાવાદ : લૂટેરી દુલ્હનના અનેક કિસ્સા બાદ લૂટેરા દુલ્હાનો કિસ્સો આવ્યો સામે. લગ્નના ગણતરીના દિવસોમાં જ મહિલાના દાગીના કે રૂપિયા લઈને પતિ ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના પગલે પતિ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવવી પડી. આ શખ્સનું નામ પ્રભજોત સિંઘ છે અને પોતાની જ પત્નિના દાગીના પડાવી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આરોપી પ્રભજોત સિંઘ પહેલા મહિલાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી જરૂરિયાતનું નાટક કરીને રૂપિયા લઈ છૂમંતર થવાની મોડેસ ઓપરેન્ડીથી કામ કરતો હતો. પ્રભજોત સિંઘે પ્રથમ મહિલા સાથે લગ્નનું નાટક કયું હોય તેવું નથી. અગાઉ પણ અનેક મહિલા સાથે આવી છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે.
સેટેલાઈટ પોલીસે દાખલ કરેલી મહિલાની ફરિયાદમાં પણ પ્રભજોત સિંઘ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે કે, અગાઉના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ તે સેટેલાઈટ વિસ્તારમાં પીજીમાં રહેવા માટે વર્ષ ૨૦૦૮થી આવી. તે દરમિયાન તેનો સંપર્ક પ્રભજોત સિંઘ સાથે થયો અને ત્રણેક મહિના સુધી વાતચીત કર્યા બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી પ્રભજોત સિંઘે મહિલાને પોતે કુવારો હોવાનું જણાવીને તેની સાથે લગ્ન કરવાની તૈયારી બતાવતા બન્ને સહમત થયા.
જૂન ૨૦૧૫માં આર્ય સમાજમાં તેઓએ લગ્ન કર્યા. આ લગ્ન બાદ પણ આરોપી મહિલાને તેના ઘરે લઈને ન હતો જતો અને પીજીમાં રાખી પૈસા ન હોવાનું બહાનું કરતો. જેથી મહિલાએ તેની બચતના રૂપિયા ૩૫ હજાર આપતા, તેઓ મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા હતા.
આરોપી મહિલાને ઘર ખર્ચના રૂપિયા આપવાના બદલે મહિલાના પૈસે તે મોજશોખ કરતો હતો અને મહિલા કઈ બોલે તો તેની સાથે મારઝૂડ કરી છોડી દેવાની ધમકી આપતો હતો. મહિલાને પ્રભજોત સિંઘના વર્તનથી શંકા જતા જાણવા મળ્યું કે, આરોપીએ અગાઉ પણ અન્ય બે યુવતી સાથે પોતે કુવારો હોવાનું કહીને લગ્ન કર્યા હતા અને રૂપિયા પણ પડાવી ચુક્યો છે.

Related posts

ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા યુવકને બચાવાયો, ઘટના સીસીટીવીમાં કેદ

Charotar Sandesh

ગુજરાતના આ વિસ્તારોમાં ૧૨મી સુધી અતિ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ રહેશે : અંબાલાલ

Charotar Sandesh

પોલીસે બુટલેગર ભૂપેન્દ્ર મારવાડીને ૭૨૦ લિટર દેશી દારુ સાથે ઝડપી પાડ્યો…

Charotar Sandesh