Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય ગુજરાત

ગુજરાતના આ વિસ્તારોમાં ૧૨મી સુધી અતિ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ રહેશે : અંબાલાલ

ગુજરાતમાં ભારે વરસાદ

ગાંધીનગર : ઉત્તર-પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં કોઈ કોઈ ભાગોમાં ૧૦૦ મી.મી.થી ઉપર વરસાદ થવાની શક્યતા રહેશે. તો વળી કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

તા.૧૧-૧૨ આસપાસ પણ બંગાળના ઉપસાગરમાં બીજું હવાનું હળવું દબાણ ઉભું થવાની શકયતા હોવાથી તા.૧૨ આસપાસ પુનઃ વરસાદનો રાઉન્ડ લાંબો રહેશે. એટલે સપ્ટેમ્બર માસમાં તાપી નદીનું જળ સ્તર વધવાની શક્યતા રહેશે. તેમજ નર્મદાના જળ સ્તરમાં વધારો થશે. કેટલાક જળાશયોમાં પાણીનો આવરો આવતા જળાશયમાં પાણીની આવક વધુ થવાની શક્યતા રહેશે.

૧૩મી સપ્ટેમ્બર પછી થતો વરસાદ કૃષિ પાકો માટે સારો ગણાય.અતિ ભારે વરસાદથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ રહે. રાજ્યના ભાગોમાં હાલમાં વરસાદ કેટલાક ભાગોમાં પડી રહ્યો છે. ત્યારે આગામી તા.૮ થી ૧૨માં હજુ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં મહારાષ્ટ્રના ભાગો, મુંબઈ વગેરે ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે. મહારાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ ઉપરાંત પશ્ચિમ મધ્ય પ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે

દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા, ડાંગ, વલસાડ, સુરત વગેરે ભાગોમાં અતિ ભારે વરસાદ લગભગ ૧૦ ઈંચ ઉપર વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં તેમજ પિૃમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે. તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.

Other News : ગણેશોત્સવમાં ડીજે – મ્યુઝીક બેન્ડને મંજુરી : નવરાત્રી માટે આશા વધી

Related posts

વડોદરાના સમાં સાવલી રોડ ખાતે જિલ્લા ભાજપના નવા કાર્યાલય નું ઉદ્ઘાટન કરાયું

Charotar Sandesh

૧૨ રાજ્યે sputnik-vના ૪૪,૦૦૦ ડોઝ આપી દીધા, ત્યારે ગુજરાતમાં ફક્ત ૧૨૦૦ જ

Charotar Sandesh

વડોદરાના અટલાદરા રોડ દીપ પાર્ટી પ્લોટ મેન રોડ સહિત કલાલી-બિલ સ્મશાન રોડ ઉપર સ્ટ્રીટ લાઈટનું ઉદ્‌ઘાટન કરાયું

Charotar Sandesh