અમદાવાદ : કેરળ પાસેના અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેસરમાં ફેરવાઇ જતાં તે આગળ જતાં ડિપ્રેશન તથા ડિપડિપ્રેશનમાં એટલે કે વાવાઝોડાંમાં ફેરવાઈ ગયું છે. જેથી વાવાઝોડા અને ચોમાસાને પગલે ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ ચાલુ કરાયો છે. આજે વાવાઝોડાને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. જેમાં તમામ પરીસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. એટલું જ નહીં, એનડીઆરએફના અધિકારીઓ પણ બેઠકમાં પહોચ્યા છે.
હવામાન વિભાગે રાજ્યમાં આવનાર ‘નિસર્ગ’ વાવાઝોડાને લઈને તંત્રને એલર્ટ કરી દીધું છે. વાવાઝોડાના તીવ્રતાને જોતા રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી તા.૩ અને ૪ જુનના રોજ કચ્છમાં હળવો કે મધ્યમ વરસાદની આગાહી કરી હતી, તેના ભાગરૂપે આજે અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો અને વરસાદ પડી રહ્યો છે.
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ પણ વધ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. આગામી ૧૨ કલાકમાં ડિપ્રેશન ડીપ વાવાઝોડામાં પરિવર્તિત થશે. ત્યારબાદ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. સુરતના દરિયા કિનારાથી ડિપ્રેશન (વાવાઝોડું) ૯૨૦ કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ૩ જૂનના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચવાની શક્યતા છે. બીજી બાજુ વાવઝોડા સામે રાજ્ય સરકાર તૈયારીઓ કરી રહી છે. આ સાથે દ્ગડ્ઢઇહ્લની ૧૧ ટીમો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં દરિયાઇ કાંઠે મોકલવામાં આવી છે જે સાંજ સુધી પહોંચી જશે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર આગામી ૧૨ કલાકમાં ડિપ્રેશન (વાવાઝોડા)માં ફેરવાઈ જશે. ત્યારે વાવાઝોડાની તીવ્રતાનો અંદાજો લગાવીને દ્ગડ્ઢઇહ્લની ટીમ મોકલવા અંગે ઝ્રસ્ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી છે. બેઠકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના સેવવામાં આવી છે. જેથી ૩ જૂને રાજ્યમાં ૮૦થી ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે આફતને પહોંચી વળવા માટે દ્ગડ્ઢઇહ્લની ૧૧ ટીમ દરિયાઈ વિસ્તારમાં મોકલવાનો નિર્ણય કરાયો છે, જે આજે સાંજે પહોંચી પણ જશે.
NDRFની ૧૧ ટીમ ભાવનગર, વેરાવળ, જાફરાબાદ, ભરૂચ અને વલસાડમાં પણ ટીમ મોકલવામાં આવશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી એલર્ટ આપી દીધું છે. હવામાન વિભાગે પ્રિ મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની શક્યતા પણ સેવી છે. જેથી સૌરાષ્ટ્ર, ડાંગ, સુરત, દમણમાં વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. આ સિવાય દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાના પગલે જૂનાગઢના માંગરોળ, જામનગરના રોજી બંદર પર ૧ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જ્યારે નવસારીમાં કાંઠાના તમામ સરપંચ-તલાટીઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતની હાલની સ્થિતિ પ્રમાણે સાઉથ ગુજરાત અને મુંબઇ વચ્ચે ૩ જૂનના રોજ ટકરાવવાની સંભાવનાથી તંત્ર સજાગ થઇ ગયું છે.
હવામાન વિભાગના મતે ચક્રવાતની ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઇ કાંઠા વિસ્તારમાં અસર જોવા મળશે. હાલની સ્થિતિમાં ચક્રવાત લેન્ડ ફોલ થાય એવી કોઇ શક્યતા જણાતી નથી. સુરત શહેરમાં આગામી ૨ જૂનના રોજ હળવાથી મધ્યમ અને ૩ – ૪ જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.
હાલમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને ઉત્તર તરફ આગળ વધે તેવું જણાઈ રહ્યું છે. ત્યારબાદ ૩જી જૂનના રોજ રાજ્યનાં દરિયાકિનારે પહોંચશે. જેના કારણે આગામી ૪ અને ૫ જૂનના રોજ રાજ્યના મોટાભાગના શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, હાલની સ્થિતિ જોતા ગુજરાત-મહારાષ્ટ્ર્માં ‘પ્રી સાયક્લોનિક એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે પણ પૂરતો બંદોબસ્ત કરવો પડશે. સાયક્લોનની ગતિ કેટલી હશે તે અંગે હાલ જાણી શકાયું નથી.
થોડા દિવસો પહેલા આ વાવાઝોડું દ્વારકા-કંડલા તરફ ફૂંકવાનું હતું, જેથી સૌરાષ્ટ્રના કિનારાના સ્થળો દ્વારકા, ઓખા, મોરબી, કચ્છના વિસ્તારો પ્રભાવિત થાય તેવી શકયતા હતી. જેના પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર રાઉન્ડ ધ કલોક સાવચેતી રાખવામાં આવી રહીં હતી. નિસર્ગ વાવાઝોડું ૧૧૦થી ૧૨૦ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.