આણંદ : આણંદમાં વધુ એક લેન્ડગ્રેબીંગની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે આ વખતે શૈક્ષણિક સંસ્થાએ જમીન માટે કલેક્ટર અરજી કરી હતી. જેમાં કમિટીએ પોલીસને લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરીયાદનોંધવા કહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ચારુતર વિદ્યા મંડળ નામની સંસ્થા જે છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. જેમાં શાળા, કોલેજો, ઇજનેર કોલેજો,વગેરેનું સંચાલન કરવામાં આવે છે. ત્યારે આજ સંસ્થાની સીટી સર્વે નંબર ૫૪૩ અને ૫૪૪ વાળી જમીનમાં બાબુભાઇ પઢીયાર નામના વ્યકિત દ્રારા જમીન પચાવી પાડવા બાબતે ચારુતર વિદ્યામંડળ સંસ્થાના મંત્રી શાંતીભાઇ પટેલે ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આ જમીનમાં ઓરડી બાંધી ઢોરઢાખર છુટા મુકી દીધા છે અને જમીન માલીકોને જમીન પર આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપ્યા હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. ત્યારે સીવીએમના ટ્રસ્ટીઓ મુજબ જમીનની માલીકી સંસ્થા ચારુતર વિદ્યા મંડળ છે.
જ્યારે આ જમીન પર કબ્જો કરનાર બાબુ પઢીયારનો કોઇ હક્ક નહી હોવાથી તેની વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધવા જીલ્લ કલેક્ટરમાં અરજી કરાઇ હતી. ત્યારે કમિટીએ આ બાબતે નિર્ણય કરી ફરીયદ નોંધવા આણંદ પોલીસને કહ્યું હતું. જેના આધારે આણંદ ડીવાયએસપીએ વિદ્યાનગર સ્થિત આ વિવાદીત જમીનની મુલાકાત લઇ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.