Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વંદે ભારત એક્સપ્રેસે આણંદમાં મહિલાને અડફેટે લીધી : ૩૪ દિવસમાં ટ્રેનનો ચોથો અકસ્માત, જુઓ વિગત

વંદે ભારત એક્સપ્રેસ

ભેંસ, ગાય, બળદ બાદ હવે આણંદમાં મહિલા સાથે અકસ્માત

આણંદ : ગત ૧ ઓક્ટોબરથી ગાંધીનગર ખાતેથી મીની બુલેટ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (vande bharat train) શરૂ કરવામાં આવી હતી, ત્યારે ગત દિવસોમાં વટવા નજીક ચાર ભેંસો સાથે અથડાયા બાદ આણંદના કણજરી પાસે એક ગાય રેલવે ટ્રેન ઉપર અચાનક આવી જતાં વંદે ભારત ટ્રેન સાથે અથડાઈ હતી, જેને લઈ સવાર મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. આ ઘટના બાદ રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સદ્‌નસીબે બે વખત કોઈ જાનહાની થવા પામેલ ન હતી.

ત્યારે અગાઉ ભેંસ, ગાય, બળદ બાદ હવે આજે આણંદ રેલ્વે સ્ટેશન નજીક એક મહિલાને અડફેટે લીધી છે, જેથી મહિલાનું કરૂણ મોત થયું છે. ત્યારે આ બનાવ આત્મહત્યાનો છે કે અકસ્માત ? તે અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના ભાલેજ ઓવરબ્રીજ નીચે બપોરના સમયે પસાર થતી એક મહિલા વંદે ભારત એક્સપ્રેસ (vande bharat train) ટ્રેન ટક્કરે આવી જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈ સ્થાનિકોએ આણંદ રેલવે પોલીસ મથકે જાણ કરતા પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી આવેલ અને મૃતક મહિલાના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપેલ. ત્યારે પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા અમદાવાદની હોવાનું ખુલવા પામેલ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Other News : ગુજરાત ચુંટણીમાં ભાજપના કન્ફર્મ ઉમેદવારોની સંભવિત યાદી, ફક્ત સત્તાવાર જાહેરાત બાકી, જુઓ

Related posts

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, ક્યાં પડશે વરસાદ…?

Charotar Sandesh

આંતરરાજ્ય વાહન ચોરી કરી વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડિયાદ

Charotar Sandesh

દેશની આઝાદી માટે શહીદી વહોરનાર નવયુવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા…

Charotar Sandesh