Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જીલ્લામાં ૨૪ સ્થળોએ કોવિડ-૧૯ વેક્સીનેશન માટે ડ્રાય રન યોજાયો…

આણંદ : વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને નાથવા કોવિડ-૧૯ રક્ષણ આપતી રસીને જન સામાન્ય સુધી પહોંચાડવા તૈયાર કરવામાં આવી છે. આણંદ જિલ્‍લામાં આ રસીનું આજે ૨૪ સ્થળોએ જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારના  માર્ગદર્શન હેઠળ ડ્રાય રન યોજવામાં આવ્યો હતો.

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી રસીને મંજૂરી આપવામાં આવેલ છે. છેલ્લા ઘણા સમયથી વેક્સીનને મંજૂરી મળ્યા બાદ દેશના તમામ નાગરીકો સુધી પહોંચાડવા માઇક્રોપ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે.  આ ડ્રાય રન જિલ્‍લા મુખ્‍ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ. શાલિની ભાટિયા તેમજ જીલ્લાના અધિકારીશ્રીઓ અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ દ્વારા ડ્રાય રનનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું.

ડ્રાય રન એટલે શુ?

ડ્રાય રન એટલે એક પ્રકારની મોકડ્રીલ. જેમાં સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ વેક્સિનેશન માટેની માહિતી અને શિક્ષણનો પ્રચાર-પ્રસાર, કોલ્ડ સ્ટોરેજથી લઇ રસીકરણ કેન્દ્ર સુધી રસી લઇ જવાની વ્યવસ્થા, ડમી લાભાર્થીને રસીકરણ અને બાયોમેડીકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા સહિતની તમામ જરૂરી પ્રક્રીયા કરવામાં આવી હતી.

આજે યોજાયેલ કોરોના રસીકરણની કામગીરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે રસીકરણ કેન્દ્રમાં રસી લેનાર વ્યક્તિની જાણકારી મેળવી તેઓનું મેઠીકલ ચેકઅપ કરીને વેઇટીંગ રૂમમાં રાખવામાં આવે છે  અને રસીકરણ રૂમમાં વ્યક્તિના ઓળખપત્રની ચકાસણી કરવામાં આવે છે ત્યારબાદ કોરોના-૧૯ ની રસી અંગે સમજ આપીને રસી આપવામાં આવશે. રસી આપ્યા બાદ તે વ્યક્તિને ઓબઝર્વેશન રૂમમાં રાખવામાં આવે છે. અને જો તેઓને રસીકરણ બાદ કોઇ તકલીફ ન જણાયતો  તેઓને  જવા દેવામાં આવે છે.

ઇ.ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી શાલીનીબેન ભાટીયાએ તા..૨ જાન્યુઆરીના રોજ યોજાયલ ડ્રાય રનની જેમજ આજે ૨૪ કેન્દ્રોમાં ડ્રાય રન યોજવામા આવ્યો હોવાનું જણાવ્‍યું હતું. આ ડ્રાય રનમાં જિલ્‍લાના ૨૪ કેન્દ્રોમાં ૬૦૦ જેટલા વ્યક્તિઓને કોરોના-૧૯ની રસીકરણનો લાભ આપી શકાશે તેમ જણાવ્યું હતું. તેઓએ  રામકૃષ્ણ સેવા મંડળ  હોસ્પિટલ ખાતે યોજાયેલ કોરોના રસીકરણના ડ્રાય રનમાં ઉપસ્થિત રહીને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

આજે આણંદ જિલ્‍લામાં  યોજાયેલ આ ડ્રાય રન આણંદ તાલુકામાં આર.કે.એસ.એમ હોસ્પીટલ આણંદ, પી.એસ.સી. કેન્દ્ર વાસદ, પ્રાથમિક શાળા જોળ, પેટલાદ તાલુકામાં જનરલ હોસ્પીટલ પેટલાદ, ચારૂતર આરોગ્ય મંડલી પેટલાદ, પ્રાથમીક શાળા મોરડ, સોજીત્રા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર સોજીત્રા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળાવ, મલાતજ કુમાર શાળા મલાતજ, આંકલાવ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આંકલાવ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બામણગામ, ઉત્તર બુનિયાદી શાળા નવાખલ, ઉમરેઠ તાલુકામાં રૂદ્ર હોસ્પીટલ પણસોરા, પ્રાથમિક શાળા થામણા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ,  તારાપુર તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તારાપુર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બુધેજ (એસ.સી. મોભા),  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાનપુર,  ખંભાત તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાણીસા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખંભાત, કાર્ડીયાક સેન્ટર ખંભાત અને બોરસદ તાલુકામાં શ્રધ્ધા હોસ્પીટલ બોરસદ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર બોરસદ અને ઝારોલા કુમાર શાળા, ઝારોલા ખાતે સવારથી કોરોના રસીકરણની પૂર્વ તૈયારી રૂપે યોજાયો હતો.

Related posts

આણંદ ખાતે જિલ્લા-તાલુકાના ૧૩ શ્રેષ્ઠ શિક્ષકોનું પુરસ્કાર, સન્માનપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરાયું…

Charotar Sandesh

Nadiad : દેવદિવાળી પર્વે સુપ્રસિદ્ધ સંતરામ મંદિર સવા લાખ દિવાથી ઝળહળી ઉઠ્યું

Charotar Sandesh

મલેશિયા મોકલવાની લાલચ આપી ૩પ લાખની ઠગાઈ કરનાર ચાર આરોપીઓની કરાઈ ધરપકડ…

Charotar Sandesh