Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ઈકો કારના સાઇલેન્સર ચોરતી ધોળકાની ગેંગ બોરસદ તાલુકાના નિસરાયા પાસેથી ઝડપાઈ…

આણંદ : જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઈકો કારના સાઇલેન્સર ઉઠાવી જવાના બનાવો ખૂબ  વધવા પામ્યા હતા જે અંગે જીલ્લા પોલીસ વડા અજીત રાજીયાણની સૂચના મુજબ પોલીસે બાતમીદારોને કામે લગાડયા હતા જેમાં એલસીબી પીએસઆઇ ચૌધરી પીએસઆઇ જાદવ તથા તેમની ટીમે અલગ-અલગ જગ્યાએ જુદી જુદી ચોકડીએ વોચમાં હતી તે દરમિયાન જયદીપસિંહને માહિતી મળી હતી કે એક ફોર્ચ્યુનર કાર બોરસદના ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહી છે અને નિસરાયા ચોકડી તરફ આવી રહી છે, જેથી પીએસઆઇ પી.એ.જાદવ, જયદીપસિંહ, અજયસિંહ, અનિરુદ્ધસિંહ, દેવેન્દ્રસિંહ, જીગ્નેશભાઈ,હિતેશભાઈ વગેરે પોલીસ જવાનો સતર્ક થઈ ગયા હતા અને પુરપાટ ઝડપે આવી રહેલ ફોર્ચ્યુનર કાર નંબર GJ-2 BD-4005 ને ઉભી કરી દીધી હતી જે કારમાંથી પાંચ શખ્સો મળી આવ્યા હતા જેમને અટકમાં લઈને તલાસી લેતાં અંદરથી ઇકો કાર ના સાઇલેન્સર તેમ જ પાના પક્કડ સહિત સાઈલેન્સર ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા જે અંગે પૂછપરછ કરતા તેમની પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળી આવેલ ન હતો જેથી એલસીબી પોલીસ મથકે લાવીને તેમના નામ અંગે પૂછપરછ કરતાં આસીફ ઉર્ફે રૂપાલ ઐયુબભાઈ વ્હોરા(રુપાલ-તા. ધોળકા), ઇરફાન ઉર્ફે ગજની અબ્દુલભાઈ વ્હોરા (ધોળકા-અમદાવાદ,મૂળ નગરા-ખંભાત), તૌફીક મહેબુબભાઈ પીંજારા(ધોળકા) , ફિરોજ ઉર્ફે ઈંગ્લિશ રસુલભાઈ વ્હોરા(રુપાલ),તેમજ વિજયભાઇ રાવજીભાઇ ઠાકોર (મફતીયાપુરા-ધોળકા) હોવાનું ખુલવા પામ્યું હતું.

પોલીસે વધું પૂછપરછ કરતા અત્યાર સુધીમાં તેઓએ આણંદ માં 21 અને ખેડા જિલ્લામાં 2 એમ કુલ 23 જેટલી ઈકો કારોને નિશાન બનાવી 38 જેટલી ઈકોના સાઈલેન્સરની ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું છે અને જેને લઇને પોલીસ વધુ તપાસ હાથ ધરેલ છે,અને રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરેલ છે.

Related posts

આણંદ જિલ્લામાં હાલની પરીસ્થિતિમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે સમીક્ષા બેઠક યોજાઇ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૦ મી.મી., અત્યાર સુધી કુલ-૪,૮૯૧ મી.મી. વરસાદ નોંધાયો

Charotar Sandesh

બ્રહ્મા કુમારી દ્વારા આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીમાં રક્ષાબંધન પર્વ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh