Charotar Sandesh
વર્લ્ડ

કોરોના વેક્સિનના અંતિમ ચરણમાં જોહ્ન્‌સન એન્ડ જોહ્ન્‌સન : ટ્રમ્પનો દાવો…

USA : અમેરિકન કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સનને કોવિડ -૧૯ ની રસીની દિશામાં બીજી સફળતા પ્રાપ્ત કરી લીધી છે. કંપનીનો દાવો છે કે જે વોલેન્ટિયરને રસી આપવામાં આવી હતી તે ક્લિનિકલ ટ્રાયલના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદ દરમ્યાન આ સંદર્ભે માહિતી આપતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ જાહેરાત કરી કે તેમના વોલેન્ટિયર રસીના ક્લિનિકલ ટ્રાયલના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. આ અમેરિકામાં ચોથું વોલેન્ટિયર છે જે અંતિમ તબક્કાના ટ્રાયલમાં પહોંચ્યું છે. ટ્રમ્પે અમેરિકાના અન્ય નાગરિકોને અપીલ કરી કે તેઓ રસીના ટ્રાયલના રજીસ્ટ્રેશન માટે આગળ આવે.
આ દરમ્યાન તેમણે એમ પણ કહ્યું કે અમે અમેરિકાના ઇતિહાસમાં સૌથી ઝડપી આર્થિક સુધારાને આગળ ધપાવ્યો છે. અમારો દ્રષ્ટિકોણ વિજ્ઞાનનો સમર્થક છે, બિડેનનો અભિગમ વિજ્ઞાન વિરોધી છે.
ટ્રમ્પે કહ્યું કે બિડેને ચીન અને યુરોપના પ્રવાસ પરના પ્રતિબંધો અને વ્યૂહરચનાનો વિરોધ કર્યો છે. તેમની પાસે ફક્ત ક્યારેય ખત્મ ના થનાર લોકડાઉન છે. જ્યારે અમે લોકડાઉન કરી રહ્યા નથી. આપણે ખરેખર એવા દરે વધી રહ્યા છીએ જેનો આપણે પહેલા ક્યારેય અનુભવ પણ કર્યો નથી.. અમારી યોજના વાયરસને કચડી નાંખશે, બિડેનની યોજના અમેરિકાને કચડી નાખશે.

  • Nilesh Patel

Related posts

સાઈબર હુમલાના ડરથી અમેરિકાએ કટોકટીની કરી ઘોષણા

Charotar Sandesh

બ્રિટિશના વડાપ્રધાનની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકે દાવેદારી મજબૂત કરી : ચોથા રાઉન્ડમાં પણ જીત મેળવી

Charotar Sandesh

US વર્લ્‌ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા કીર્તિદાન ગઢવીને વર્લ્‌ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત

Charotar Sandesh