Charotar Sandesh
વર્લ્ડ

US વર્લ્‌ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા કીર્તિદાન ગઢવીને વર્લ્‌ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત

કીર્તિદાન ગઢવી

USA : વિશ્વભરમાં વર્લ્‌ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા વર્લ્‌ડ રેકોર્ડ બ્રેક કરવામાં અમેરિકા સ્થિત વર્લ્‌ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન મોખરે સ્થાન ધરાવે છે. વર્લ્‌ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ઘણાંજ જુદા જુદા ક્ષેત્રે કામ કરી રહી છે. જેમાં અનેક કેટેગરીનો સમાવેશ થાય છે. જેમ કે વર્લ્‌ડ રેકોર્ડ, વર્લ્‌ડ અમેઝિંગ ટેલેન્ટ, ગ્લોબલ આઇકોન, ઇન્સ્પાયરિંગ હ્યુમન, કિડ્‌સ વર્લ્‌ડ રેકોર્ડ, બ્રાન્ડ પ્રમોશન સ્ટ્રેટેજી, એમ્પ્લોયમેન્ટ એંગેજ સ્ટ્રેટેજી, ટુરિઝમ પ્રમોટ,પ્રોડક્ટ લોન્ચ જેવી અનેક સર્વિસ આપવામાં આવે છે.

ઉપરાંત, તે એવા લોકોને પણ સન્માનિત કરે છે જેઓ તેમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાં સમાજની સુધારણા માટે યોગદાન આપે છે. કિર્તીદાન ગઢવી દ્વારા વિદેશની ધરતી પર ૩૩થી વધુ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા છે. તેમજ દીકરીઓ માટે અનેક આવનારા દિવસોમાં યોજનો થકી વિશ્વભરની દીકરીઓને પગભર કરવાનું આયોજન કરી રહ્યા છે.

સમગ્ર ગુજરાત અને ભારત દેશનું ગૌરવ એવા કીર્તિદાન ગઢવીને વર્લ્‌ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા તે ખુબ જ આનંદ અને ગૌરવ વાત છે

ઉલ્લેખનીય છે કે કીર્તિદાન ગઢવી ગુજરાતના એકમાત્ર લોકગાયક છે જેમને વર્લ્‌ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત થયો છે અને તેઓ US વર્લ્‌ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૯ નવેમ્બર એટલે કે દેવ દિવાળીના રોજ અમેરિકા સ્થિત ન્યુજર્સી ખાતે વર્લ્‌ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર અને સીઈઓ મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા હજારો ભારતીય નાગરિકોની હાજરીમાં ઉપસ્થિત અમેરિકા સ્થિત વર્લ્‌ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ વિખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીને વર્લ્‌ડ અમેઝિંગ ટેલેન્ટનું સર્ટિફિકેટ અને એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને તેમને વર્લ્‌ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વર્લ્‌ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન અમેરિકાના ફાઉન્ડર મિહિર બ્રહ્મભટ્ટે કીર્તિદાન ગઢવીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના જાણીતા લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે છે. લોકડાયરાના ક્ષેત્રમાં તેઓ ૧૬ સપ્ટેમ્બરથી અમેરીકામાં ધૂમ મચાવી રહ્યા છે.

  • Nilesh Patel

Other News : પાવાગઢ મંદિરમાં હિંમતનગરના ભક્તે ૧.૨૫ કિલોનું સોનાનું છત્ર દાન કર્યું

Related posts

જેફ બેઝોસે ૪ મિનિટ સ્પેસ ટૂર માટે અધધ ૫.૫ અબજ ડોલરનો ખર્ચ કર્યો !

Charotar Sandesh

વિદેશ પ્રવાસ માટે નાણાં વાપરવામાં ભારતીયો અવ્વલ નંબરે : એક જ મહિનામાં અધધ… ડોલર વાપરી નાખ્યા…

Charotar Sandesh

ફિઝિક્સના નોબેલ પુરસ્કાર વિજેતા રોબર્ટ શ્રિફરનું ૮૮ વર્ષે નિધન…

Charotar Sandesh