Charotar Sandesh
ચરોતર ટિપ્સ અને કરામત સ્થાનિક સમાચાર સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

દવાખાને જવાની જરૂર નથી : એન્ડ્રોઇડ મોબાઇલ પર ઘેર બેઠાં જ તબીબોનું માર્ગદર્શન અને સલાહ મેળવો…

એન્ડ્રોઇડ મોબાઇલ પર ઇ-સંજીવની ઓપીડી એપ ડાઉનલોડ કરવાથી વિવિધ વિષયના નિષ્ણાંત ડોક્ટરોની સેવાઓ વિનામૂલ્યે મેળવી શકાશે

નિષ્ણાંત ડોક્ટરની એ પણ જે તે વિષયના સ્પેશ્યાલિસ્ટની ઘેર બેઠા જ કન્સલન્ટસી નિ:શુલ્ક મળી રહે તે શક્ય છે ?  હા. ભારત સરકારે ઇ-સંજીવની-સેફ હોમ ઓપીડી એપ દ્વારા આ વાત શક્ય બનાવી  છે. કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે ઘરે રહેવું જ મોટી સુરક્ષા છે ત્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ એપ થકી રૂબરૂ દવાખાને જઇ ડોક્ટરની સલાહ લેવાની જરૂર નથી. ઘરે બેઠા જ નિષ્ણાતોનો લાભ લઇ દવા મેળવી શકાય છે. ડોક્ટરની સલાહ બાદ ઇ-પ્રિસ્ક્રિપ્શન તુરત મોબાઇલમાં આવશે. જે દવાની દુકાને માન્ય ગણાશે.

        આ સેવાનો લાભ મેળવવા માટે કોઇ પણ એન્ડ્રોઇડ મોબાઇલ પર ઇ-સંજીવની ઓપીડી એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર બાદ પ્રથમ ઓટીપી દ્વારા મોબાઇલ વેરીફાઇ કરવાનો રહેશે. ત્યાર બાદ પેશન્ટ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે. જો કોઇ હેલ્થ રેકોર્ડસ હોય તો તે અપલોડ કરવાનો રહેશે. પેશન્ટ આઇડી અને ટોકન એસએમએસ દ્વારા મળશે.

        હવે મોબાઇલ નંબર અને ટોકનની મદદથી લોગઇન થવાનું રહેશે. ત્યાર બાદ વર્ચ્યુઅલ વેઇટીંગ રૂમમાં તમે પ્રવેશસો. જેમાં તમે લાઇનમાં કેટલામાં નંબરે છો તે બતાવાશે. તમારો નંબર આવતા જ કોલ નાઉ બટન એક્ટીવેટ થશે જે દબાવવાથી વીડિયો કોલ શરૂ થશે. ડોક્ટર તમારી મોબાઇલની સ્ક્રિન ઉપર ઉપસ્થિત થશે અને તમે ડોક્ટરની સલાહ-માર્ગદર્શન સીધું જ કોલિગ દ્વારા મેળવી શકશો. કોલ બાદ તુરત જ ઇ-પ્રિસ્ક્રિપ્શન મોબાઇલમાં આવી જશે. જે દવાની દુકાનો પર માન્ય ગણાશે.

આ રીતે સરળતાથી કોઇ પણ નાગરિક નિષ્ણાંત ડોક્ટરની કન્સલટન્સી મેળવી શકશે. એપ ઉપર સ્પેશ્યાલિસ્ટની સેવાઓ પણ લઇ શકાશે. જેમાં ડેન્ટલ, ડર્મોટોલોજીસ્ટ, ઇએનટી, જનરલ મેડીસીન, જનરલ સર્જરી, ઓપ્થેમેલોજી, ઓર્થેાપેડિક્સ, પિડીયાટ્રીકસ, સાઇ્કિયાટ્રીકસ વગેરેની સેવાઓનો લાભ નિ:શુલ્ક મેળવી શકાશે.

Related posts

આણંદમાં ૨ બાયોડિઝલ પંપ પરથી ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો સીઝ કરી યુનિટ સીલ કરવામાં આવ્યા…

Charotar Sandesh

શિક્ષણ કાર્યના ૧૦ દિવસ થયા છતાં એનસીઈઆરટીના પુસ્તકોની ઘટ..!!

Charotar Sandesh

બેન્ક ઓફ બરોડા ઉમરેઠ દ્વારા શિક્ષક દિન નિમિત્તે પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઉજવણી કરાઈ

Charotar Sandesh