Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલ બાદ ભારતમાં ટી-૨૦ વિશ્વકપ પર સંકટનાં વાદળ…

મુંબઇ : દેશમાં ઝડપથી ફેલાયેલા કોરોનાવાયરસાં કારણે હવે આઈપીએલ પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આ વચ્ચે દેશમાં ટી-૨૦ વર્લ્ડ કપને કેટલી અસર થશે, તેના વિશે કંઈ કહી શકાય તેમ નથી. એક તરફ ટી-૨૦ વિશ્વકપ યુએઈમાં સ્થળાંતરિત થવાના અહેવાલો મળી રહ્યા છે, બીસીસીઆઈ હજી પણ ભારતમાં તેનું આયોજન કરવાની આશા રાખી રહ્યુ છે. એએનઆઈ સાથે વાત કરતાં બોર્ડનાં એક સભ્યએ કહ્યું, “ભારતમાં હાલનાં કોરોનાનાં કારણે કઇ પણ કહેવુ અને કોઇપણ નિર્ણય લેવો થોડી ઉતાવળ કહેવાશે.” આ વિશે જુલાઈમાં વાત કરવામાં આવશે. ત્યારબાદ ચર્ચા થશે કે ભારત વર્લ્ડ કપ હોસ્ટ કરવાની સ્થિતિમાં છે અથવા તેને બીજા દેશમાં જવાની જરૂર છે.
બીસીસીઆઈએ કોરોના સંક્રમણનાં કારણે આઈપીએલની આ સીઝન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સનાં ખેલાડી અમિત મિશ્રા અને સનરાઇઝર્સ હૈદરાબાદનાં રિદ્ધિમાન સાહાને કોરોના સંક્રમણ લાગ્યાં પછી તત્કાલમાં આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી અને આઇપીએલને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ બીસીસીઆઈ માટે રાહતની વાત એ છે કે, આઈપીએલનાં સસ્પેન્શન પછી આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ટી-૨૦ વર્લ્ડ કપનાં ભારતનાં હોસ્ટિંગ પર તેની અસર નહીં થાય. એએનઆઈનાં એક સભ્યએ બીસીસીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આઈપીએલની આ સીઝનને સ્થગિત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, જુલાઈ મહિનામાં નિર્ણય લેવામાં આવશે કે આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ભારતમાં થશે કે ભારતની બહાર અન્ય કોઈ દેશમાં થશે. બીસીસીઆઈનાં સભ્યએ કહ્યું કે, અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. વર્તમાન પરિસ્થિતિમાં, અમને લાગે છે કે રાહ જોવી તે વધુ સારું રહેશે અને પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે. હાલમાં, વર્લ્ડ કપ ભારતમાં કે ભારતની બહાર યોજાશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Related posts

પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ…

Charotar Sandesh

ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થતા શાર્દુલ ઠાકુરની ટીમમાં એન્ટ્રી…

Charotar Sandesh

ધોની ક્રિકેટની રમતનો દિગજ્જ, તેનાં અનુભવથી ટીમ શ્રેષ્ઠ લયમાં : કોહલી

Charotar Sandesh