Charotar Sandesh
ઈન્ડિયા

દેશનું અર્થતંત્ર સુધારા પર, જીએસટી કલેક્શન ૧૦ ટકા વધ્યું : નાણાંમંત્રી

જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ, ઉત્પાદનમાં વધારો વગેરે અર્થતંત્રની કડ વળી હોવાનો પુરાવો…

ન્યુ દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમને કહ્યું હતું કે, રિફોર્મ માટે ભરવામાં આવેલા પગલાંના કારણે ઇકોનોમીમાં રિકવરી જોવા મળી છે. સૌથી મોટો પડકાર કોરોના સામે લડવાનો હતો. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ફરી એકવાર લાખો દેશવાસીઓને મોટી રાહત આપી હતી.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તાજેતરમાં આંકડા અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત આપી રહ્યા છે. જીએસટી કલેક્શન જેના અનેક આંકડાઓમાં સુધાર જોવા મળી રહ્યું છે અને રિઝર્વ બેન્કે તે સંકેત આપ્યા છે કે ત્રીજા ક્વાર્ટર માં જ ઇકોનોમી પોઝિટિવ જીડીપી ગ્રોથ હાંસેલ કરી શકે છે. સુસ્ત રહેલુ અર્થતંત્રને ધીમે ધીમે બુસ્ટ કરવા સરકાર પર એક્શન મોડમાં આવી ગઈ છે.
નિર્મલા સીતારમણે આજે વધુ એક ૨ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કરતા કર્મચારીઓને મોટી રાહત આપી હતી. કોરોમા મહામારીનો સામનો કરી રહેલા લોકો અને ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓને બે વર્ષ માટે સરકાર તરફથી પીએફ આપવાની જાહેરાત કરી છે.
સરકારે કરેલી જાહેરાત પ્રમાણે ૧૦૦૦ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ કે કર્મચારીઓમાં નવી ભરતી કરવામાં આવેલા કર્મચારીઓનું પીએફનો તમામે તમામ ૨૪ ટકા હિસ્સો કેન્દ્ર સરકાર સબસિડીના રૂપમાં આપશે. આ નિયમ ૧લી ઓક્ટોબર ૨૦૨૦થી લાગુ થશે. આ નિયમ અંતર્ગત લગભગ ૯૫ ટકા કંપનીઓ કે સંસ્થાનો આવી જશે. જેથી કરોડો કર્મચારીઓને તેનો લાભ થશે. આ સાથે જ જે ક્ષેત્રોમાં ભારે દબાણ છે તેમાં રોજગારીઓ પેદા કરવા પર પણ ભાર આપવામાં આવશે.
પીએમ ગરીબ કલ્યાણ યોજના માટે ૧૦ હજાર કરોડ રૂપિયાની વધારાની વ્યવસ્થા. તેનો ઉપયોગ મનરેગા કે ગ્રામ સડક યોજના માટે કરી શકાશે.
ખેડૂતોને ખાતરની સબ્સિડી આપવા માટે ૬૫ હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અગાઉ નાણા મંત્રી નિર્મલા સીતારમણએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સરકારના પગલાંથી ફાયદો થયો છે. ત્રીજા ક્વાર્ટરમાં થઈ પોઝિટિવ ગ્રોથ જોવા મળી શકે છે. તેઓએ કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂત રિકવરી થઈ રહી છે. અનેક સંતકો આ વાતને દર્શાવી રહ્યા છે.
નાણા મંત્રીએ કહ્યું કે, રેટિંગ એજન્સી મૂડીઝે કેલેન્ડર વર્ષ ૨૦૨૦ માટે ભારતના જીડીપી ગ્રોથના પોતાના અનુમાનને વધારી દીધું છે. સાથોસાથ રેટિંગ એજન્સીએ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ માટે પણ દેશના જીડીપી ગ્રોથનું અનુમાન વધારી દીધું છે. મૂડીઝે વર્ષ ૨૦૨૦ માટે ભારતના જીડીપી ગ્રોથનો પોતાનો અનુમાનને વધારીને -૮.૯ ટકા કરી દીધો છે. આ પહેલા -૯.૬ ટકા હતો
નિર્મલા સીતારામણે પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં કહ્યું કે, જીએસટી સંગ્રહ વધ્યો છે. ઓક્ટોબર મહિનામાં વાર્ષિક આધાર પર ૧૦ ટકાની તેજી આવી છે. બેંક ક્રેડિટમાં ૨૩ ઓક્ટોબર સુધીની તેજી આવી છે.
આત્મનિર્ભર ભારત ૧.૦ વિશે જણાવતા તેઓએ કહ્યું કે, ૨૮ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશ એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોનાની સાથે આવ્યા છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૨૬.૨ લાખ લોનની ફાળવણી કરવામાં આવી છે.

Related posts

કેરળમાં પુનઃ કોરોનાનો આતંક : શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું

Charotar Sandesh

કોરોના બેકાબૂ : ૨૪ કલાકમાં ૧૯૪૫૯ કેસ, ૩૮૦ના મોત… કુલ આંકડો ૫,૪૮,૩૧૮એ પહોંચ્યો…

Charotar Sandesh

અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર…

Charotar Sandesh