Charotar Sandesh
ઈન્ડિયા

કેરળમાં પુનઃ કોરોનાનો આતંક : શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું

કોરોના
રાજ્યમાં ૧૪,૫૩૯ નવા કેસ નોંધાયા જ્યારે ૧૨૪ના મોત નિપજ્યા

તિરુવનંતપુરમ્‌ : કોરોના અટકવાનું નામ ના લઈ રહ્યો હોવાની ચિંતાઓ વચ્ચે કેરળે બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. ગુજરાત સહિતના રાજ્યો સહિત આખા દેશમાં કોરોનાની બીજી લહેર જાણે સમાપ્ત થઈ રહી છે, પરંતુ કેરળમાં સ્થિતિ હજુય ગંભીર છે. કેરળ સરકારે બહાર પાડેલા આદેશ અનુસાર, રાજ્યમાં ૧૭-૧૮ જુલાઈ એટલે કે શનિ-રવિના રોજ સંપૂર્ણ લોકડાઉન રહેશે.

અગાઉના લોકડાઉન માટે જે પ્રમાણે ગાઈડલાઈન ઈશ્યૂ કરવામાં આવી હતી તે જ ગાઈડલાઈન આ લોકડાઉન માટે પણ અમલી રહેશે. આ બે દિવસો દરમિયાન બેંકો અને નાણાંકીય સંસ્થાઓને પણ કામકાજ બંધ રાખવાનો આદેશ અપાયો છે. બે દિવસના લોકડાઉન દરમિયાન જોકે જીવનજરુરી ચીજવસ્તુઓની દુકાનો સાંજે ૮ વાગ્યા સુધી ખૂલ્લી રહેશે. મંગળવારે કેરળમાં કોરોનાના ૧૪,૫૩૯ નવા કેસ નોંધાયા હતા અને રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૨૪ લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યારસુધી કોરોનાના ૩૦.૮ લાખ કેસ નોંધાયા છે, જેમાંથી ૨૯.૫૭ લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે ૧૪,૮૧૯ લોકોના મોત થયા છે.

કેરળ સિવાય મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસોમાં ખાસ ઘટાડો નથી થયો. રાજ્યમાં હાલની તારીખે પણ રોજના સાત હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. મંગળવારે પણ રાજ્યમાં ૭,૨૪૩ કેસો નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસોમાં ઘટાડો થતાં મોટાભાગના રાજ્યોમાં હોસ્પિટલો ખાલી થઈ ગઈ છે અને જનજીવન પણ સામાન્ય બની રહ્યું છે. જોકે, કેરળમાં ઉલ્ટો પ્રવાહ જોવા મળી રહ્યો છે. દેશમાં સૌ પ્રથમ કોરોનાની દર્દી કેરળની જ હતી, જેને પણ ફરી ચેપ લાગ્યો હોવાના ગઈકાલે અહેવાલ આવ્યા હતા.

Other News : સુરક્ષાદળો આકરા પાણીએ : જમ્મુ-કાશ્મીરના પુલવામા સેક્ટરમાં ૩ આતંકી ઠાર

Related posts

જે કામ ઔરંગઝેબ ન કરી શક્્યો તે નરેન્દ્ર મોદી કરી રહ્યા છેઃ સંજય નિરૂપમ

Charotar Sandesh

કોરોનાની સમીક્ષા બેઠકમાં વડાપ્રધાને અમદાવાદ અને ધનવંતરી રથની પ્રશંસા કરી…

Charotar Sandesh

૨૬મી સુધી ખેડુતોના પ્રશ્નો હલ કરો નહીં તો મોટું આંદોલન : ટીકૈત

Charotar Sandesh