Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોના બન્યો વિકરાળ : ૨૪ કલાકમાં ૩.૩૨ લાખથી વધુ કેસ નોંધાયા…

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વિકરાળ બની રહ્યો છે. રોજ નવા કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૩.૩૨ લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ૨૨૬૩ લોકોના મૃત્યુ થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૩,૩૨,૭૩૦ નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૧,૬૨,૬૩,૬૯૫ પર પહોંચી ગયો છે. જેમાંથી ૧,૩૬,૪૮,૧૫૯ દર્દીઓ સાજા થયા છે જ્યારે ૨૪,૨૮,૬૧૬ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ ૨૨૬૩ લોકોનો ભોગ લીધો. કુલ મૃત્યુઆંક ૧,૮૬,૯૨૦ પર પહોંચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે એક જ દિવસમાં ૧,૯૩,૨૭૯ લોકો રિકવર પણ થયા છે. રસીકરણ અભિયાન હેઠળ ૧૩,૫૪,૭૮,૪૨૦ લોકોને રસી આપવામાં આવી છે.

કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્રમાં સ્થિતિ ખુબ જ ખરાબ છે. રાજ્યમાં રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પડેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૬૭૦૧૩ નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૫૬૮ દર્દીઓના મોત થયા છે. આ સાથે ૬૨૨૯૮ દર્દીઓ કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા રાજ્યમાં ૪૦ લાખ ૯૪ હજાર ૮૪૦ થઈ ગઈ છે જેમાંથી ૩૩ લાખ ૩૦ હજાર ૭૪૭ દર્દીઓ રિકવર થયા છે. જ્યારે રાજ્યમાં હજુ પણ ૬ લાખ ૯૯ હજાર ૮૫૮ એક્ટિવ કેસ છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વયારસનો કેર ચાલુ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ, રાજ્યમાં કોરોનાના નવા ૨૬૧૬૯ કેસ નોંધાયા છે. જ્યારે ૩૦૬ દર્દીઓના મોત થયા. દિલ્હીમાં હાલ કોરોનાના કુલ ૯૧,૬૧૮ એક્ટિવ કેસ છે.

ગુજરાતમાં પણ રોજેરોજ નવા કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા ૧૩૧૦૫ દર્દીઓ નોંધાયા. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી ૧૩૭ દર્દીઓએ જીવ ગુમાવ્યા. સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. જ્યાં ગુરુવારે ૫૦૧૦ નવા કેસ સામે આવ્યા. ત્યારબાદ સુરતમાં ૨૪૭૬ કેસ નોંધાયા છે.

સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)એ ભારતમાં કોરોનાના વધતા સંક્રમણની ખરાબ સ્થિતિને જોતા ટ્રાવેલ બેન લગાવ્યો છે. આ નિર્ણયના કારણે ત્યાં જવાની તૈયારી કરી રહેલા લોકો ખુબ પરેશાન છે. રવિવારથી દસ દિવસ માટે ભારતથી મુસાફરી પર પ્રતિબંધ રહેશે. આ બેન શનિવાર રાત ૧૧.૫૯ મિનિટથી એટલે કે ૨૪ એપ્રિલની રાત ૧૨ વાગ્યાથી શરૂ થઈને દસ દિવસ સુધી રહેશે. દસ દિવસ બાદ સ્થિતની સમીક્ષા કરીને આગળ નિર્ણય લેવાશે. યુએઈના નાગરિકો, રાજનયિક પાસપોર્ટધારક અને સરકારી પ્રતિનિધિ મંડળને આ શરતોમાં છૂટ અપાઈ છે.

Related posts

મુકેશ અંબાણીએ ન્યુયોર્કની લક્ઝુરિયસ હોટલ ૭૨૮ કરોડમાં ખરીદી

Charotar Sandesh

હવે તમે વોટ્‌સએપમાં મેસેજ એડિટ કરી શકશો, આ રીતે કામ કરશે ફીચર, જુઓ

Charotar Sandesh

રાહુલ ગાંધીએ વાયનાડમાં ભાજપ નેતાના પુત્રના પ્રવેશ માટે ભલામણ કરતાં કોંગ્રેસમાં ખળભળાટ…

Charotar Sandesh