Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ‘એટિટ્યૂડ : ધ માસ્ટર કી’ વિષય પર વ્યાખ્યાન યોજાયું…

આણંદ : બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે તા.17/06/2021 ના રોજ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તથા BVM Alumni Association નાાં President એન્જીનીયર ભીખુભાઇ પટેલ વડપણ અને માર્ગદર્ગન હેઠળ BVM Alumni Association દ્વારા “Attitude : The Master Key” વિષય પર વ્યાખ્યાન યોજાયું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ.ઈંદ્રજિત એન.પટેલ (પ્રિન્સિપાલ તથા Chairman BVM Alumni Association, BVM ), પૂજ્ય શ્રી ડૉ.જ્ઞાનવત્સલ સ્વામી (વરિષ્ઠ સંત,BAPS તથા ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર), એન્જીનીયર પ્રદીપભાઈ પટેલ ( માનદ મંત્રી, BVM Alumni Association), શ્રી વિનોદભાઈ પંચાસરા તથા ડૉ. દિપક વ્યાસ ( માનદ સહ મંત્રી, BVM Alumni Association), શ્રી નીતિન ભાઈ પટેલ તથા ડૉ. કેયુર બ્રહ્મભટ્ટ (હેડ,આઈ.ટી એન્જી.,BVM ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ ની શરૂઆત માં સંસ્થા ના પ્રિન્સિપાલ ડૉ.ઈંદ્રજિત એન.પટેલે યુ-ટ્યુબ ચેનલ ના માધ્યમ થી ઉપસ્થિત સૌનું અભિવાદન કર્યું હતું તથા BVM Alumni Association વિષે ટૂંક માં પરિચય આપ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે પૂજ્ય શ્રી ડૉ.જ્ઞાન વત્સલ સ્વામી એ વર્ષ 1991 માં બી.વી.એમ એન્જી કોલેજ માંથી મિકેનિકલ એન્જી ની સ્નાતક પદવી મેળવેલ છે તથા તેમણે 30 થીવધુ દેશો માં 25000 થી વધારે ફેમિલી સાથે સંવાદિતા સાધેલ છે તથા 15000 થી વધુ મોટિવેશનલ લેક્ચર્સ DRDO, IIM,IIT,PIL,Reliance,IMA ખાતે આપેલ છે.જે બી.વી.એમ તથા સી.વી.એમ માટે ગૌરવ પૂર્ણ બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે બી.વી.એમ ના 20000 થી વધુ એન્જીનીયર્સ સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક, સામાજિક, શૈક્ષણીક, રાજકીય તથા આધ્યાત્મિક ક્ષેત્રે કાર્યરત છે.

વક્તા પૂજય ડૉ.જ્ઞાન વત્સલ સ્વામી એ હકારાત્મક અભિગમ વડે અમૂલ્ય જીવન ને ઉત્કૃષ્ટ કેવી રીતે બનાવી શકાય તથા જીવનમાં સફળતાના શિખરો કેવી રીતે સર કરી શકાય તે દ્રષ્ટાંતો તથા મર્મ સાથે સમજાવ્યું. હકારાત્મક અભિગમ રાખવા થી એક સમયે ઓછી ટેલેન્ટ હોય,ઓછા રીસોર્સીસ હોય,ઓછો અનુભવ હોય અને સપોર્ટ સિસ્ટમ મજબૂત ન હોય તો પણ માનવી જેતે ક્ષેત્ર માં સફળ થઈ શકે છે તેના માટે તેણે ચાર ફેક્ટર્સ : Attitude for not accepting defeat, Attitude for let’s do something, Attitude of discipline and Attitude of faith in God પર અમલ કરવો જરૂરી છે તેમ જણાવ્યું હતું. એન્જીનીયર પ્રદીપભાઈ પટેલે અંતે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડૉ.નિલેશ પ્રજાપતિ એ કર્યું હતું.આ ઓનલાઇન કાર્યક્રમ ને ડૉ. કેયુર બ્રહ્મભટ્ટ તથા સ્ટુડન્ટ કોર્ડીનેટર જૈમિન,ઈશાન,જય દ્વારા સફળતા પૂર્વક સંચાલિત કરવામાં આવ્યો હતો. જેને 3500 થી વધુ વિદ્યાર્થીઓ,અધ્યાપકો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ ઓનલાઇન નિહાળ્યો હતો. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલ તથા અન્ય હોદ્દેદારો એ અભિનંદન પાઠવ્યા હતા

Related posts

આણંદ લોકલ ક્રાઈમ બ્રાંચે એક્સપ્રેસ વે ઉપર ટ્રકમાંથી ૧૦ લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ધીમા પગલે પ્રવેશતા કોરોનાથી ફફડાટ : આજે આણંદ-વિદ્યાનગરમાં વધુ ૩ કેસો…

Charotar Sandesh

આણંદ અમૂલ ડેરી ખાતે ૭ દિવસનો વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેર તાલીમ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh