Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ અમૂલ ડેરી ખાતે ૭ દિવસનો વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેર તાલીમ કાર્યક્રમ યોજાયો

મધમાખી પાલન

આણંદ : આણંદ શહેરની અમુલ ડેરીના દુધ સંપાદિત વિસ્તારના દુધ ઉત્પાદકો દુધ સાથે મધમાખી પાલનનો પુરક વ્યવસાય કરી તેમની આવકમાં વધારો થાય અને ખેડુતોની આવક બમણી થાય તે હેતુ માટે અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસના માર્ગદર્શન હેઠળ નેશનલ બી બોર્ડ અને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના સહયોગથી સાત દિવસનો વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેર તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં આણંદ જિલ્લાના ૨૫ તાલીમાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં આણંદ કૃષિ મહાવિદ્યાલયના કિટકશાસ્ત્ર વિભાગના વડા ડો. સિસોદિયા અને અન્ય પ્રાધ્યાપકોએ મધમાખીમાં થતા રોગ અને તેને નિવારવા અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત ખેડુતોને મધમાખી સામાજીક કીટક છે જેની કુટુંબ રચનામાં રાણી મધમાખી મુખ્ય હોય છે અને સેવક મધમાખી ફુલના રસ અને પરાગરજમાંથી મધમાં રુપાંતરિત કરીને તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી.

વનસ્પતિ સંર્વધનમાં મધમાખીઓ સ્વપરાગનયન, ક્રોસ-પોલિનેશનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, મધમાખી ઉછેર એ કૃષિ આધારીત ઉદ્યોગ છે જે મહિલા, યુવાનો, ભુમિહીન ખેડુત અને વડીલો કરી શકે છે

આ કાર્યક્રમના અંતિમ દિવસે અમુલ સંઘના એમડી અમિત વ્યાસે તાલીમાર્થઓ સાથે ચર્ચા કરી , મધમાખી ઉછેરને વૈજ્ઞાનિક ઢબે કરી મધ ઉત્પાદન કરવા પ્રોત્સાહન આપ્યું હતું અને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના અધિકારી દ્વારા પ્રમાણપ્રત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Other News : ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ-વાલીઓ આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખે

Related posts

કોરોનાનાં ડર વચ્ચે ડાકોરના મેળાનું આયોજન યથાવત, ટેમ્પલ કમિટિ સતર્ક…

Charotar Sandesh

આણંદ ARTO કચેરી દ્વારા ૪૦૭ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

Charotar Sandesh

આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેકટરની મુલાકાત લેવામાં આવી : બીએલઓની કામગીરી તથા તેના પ્રશ્નો બાબતે રજૂઆત

Charotar Sandesh