Charotar Sandesh
ગુજરાત

રાજકોટમાં કોરોનાના ૧૦૦થી વધારે ડૉક્ટર સંક્રમિત, આઈએમએનું રેડએલર્ટ જાહેર…

રાજકોટ : રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા ડોક્ટરો માટે આઈએમએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડોક્ટરો સંક્રમિત થાય એટલે આઈએમએ માટે ચિંતાનો વિષય છે. રાજકોટમાં કોરોના કાળ દરમિયાન ૧૦૦થી વધુ ડૉક્ટરો સંક્રમિત થયા છે. અનેક ડૉક્ટરો અને અરોગ્ય વિભાગ સાથે જોડાયેલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. રાજકોટમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ફ્રન્ટ વોરિયર પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે તેમ રાજકોટ આઇએમએ ના પ્રમુખ જય ધીરવાનીએ જણાવ્યું હતું. તેમણ વધુમાં જણાવ્યું છેકે લોકો બેદરકાર થયા છે.

રાજકોટમાં લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનો રાજકોટ માટે અઘરો સાબિત થશે. ઓક્ટોબરમાં રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે. ઇન્ડિયન મેડિકલ એસોસીએશનને પોતાના સભ્યો જોગ એવું જણાવ્યું છે કે, રાજકોટમાં સ્થિતિ અતિ ગંભીર અને ચિંતાજનક બની છે. રાજકોટ રાજ્યનું હોટસ્પોટ બની ગયું છે અને રોજેરોજ સ્થિતિ કાબુ બહાર જઇ રહી છે. એસો.એ જણાવ્યું છે કે, કોરોનાથી આપણા ૧૦૦ થી વધુ સભ્યો સંક્રમિત બન્યા છે. જેમાંથી અમુકને શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે બાકીના પોતપોતાના ઘરોમાં હોમ આઇસોલેશનમાં છે. અમુક સભ્યો એટલે કે ડોકટરો સાજા પણ થઇ ગયા છે. ઇન્ડિયન મેડિકલ એસો.એ વધુમાં જણાવ્યું છે કે, ડોકટર હોસ્પિટલમાં હોય ત્યારે સ્ટાન્ડર્ડ માસ્ક, ફેસ શિલ્ડ, ગોવ્લ્ઝ, એપ્રોનનો ઉપયોગ કરે. દર્દી અને સગાઓ સાથે વાતચીત કરતી વેળાએ સલામત ડીસ્ટન્સ રાખે, ઓછામાં ઓછો સમય દર્દી અને સગાઓ સાથે પગાર કરે, કલીનીક કે દવાખાનામાં દર્દીઓ સાથે માત્ર એક જ વ્યકિતને પ્રવેશ આપે, બાળકો માટેની હોસ્પિટલના ડોકટરોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. એટલું જ નહિ તમામ હોસ્પિટલના સ્ટાફને પણ સંક્રમણથી બચાવવા માટેના તમામ પગલાઓને અનુસરવા અનુરોધ કર્યો છે.

Related posts

રાજ્યના ૩૨ તાલુકામાં કમોસમી વરસાદ : બનાસકાંઠામાં સૌથી વધુ : હિલ સ્ટેશન જેવા માહોલ સર્જાયો

Charotar Sandesh

તૌકતે વાવાઝોડા બાદ આજથી રાજ્યમાં ગરમી આતંક મચાવશે…

Charotar Sandesh

પાટિલના ગઢમાં સિસોદિયાનો હુંકાર : દિલ્હીના ના. મુખ્યમંત્રી મનિષ સિસોદિયાનો સુરતમાં રોડ-શૉ

Charotar Sandesh