Charotar Sandesh
ગુજરાત

રાજ્યના ૩૨ તાલુકામાં કમોસમી વરસાદ : બનાસકાંઠામાં સૌથી વધુ : હિલ સ્ટેશન જેવા માહોલ સર્જાયો

કમોસમી વરસાદ

અમદાવાદ : ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસ્યો છે, સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે અનેક જિલ્લામાં ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું.

કેટલીક જગ્યાએ તો વાદળો ઘેરાઇ આવ્યાં હતાં અને વરસાદ પડે એવો માહોલ સર્જાયો હતો

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતા તાપમાનનો પારો સામાન્ય વધી ગયો હતો. જેના કારણે ઠંડીની નહિવત અસર જોવા મળી હતી.

આગામી ૪૮ કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ બુધવારથી લઘુતમ તાપમાન ત્રણથી ચાર ડીગ્રી સુધીનો ઘટાડો થશે, જેને કારણે ઠંડીનો અનુભવ થશે. ઠંડો પવન ફૂંકાતાં ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો હતો. લોકો તાપણું કરી તાપતા નજરે પડ્યા હતા.

Other News : આણંદમાં નવનિર્મિત પ્રમુખ સ્‍વામી અર્બન કોમ્‍યુનિટી હોલનું સી.આર.પાટીલના હસ્‍તે લોકાર્પણ થશે

Related posts

ગુજરાતમાં ગર્વના સમાચાર : સિંહોની વસ્તી વધીને ૭૦૦ને પાર પહોંચી…

Charotar Sandesh

બેફામ વાહનચાલકો સાવધાન… હવે ઓવરસ્પીડથી દોડતા વાહનોને અદ્યતન ટેકનોલોજીથી મળશે મેમો

Charotar Sandesh

ગુજરાતમાં દક્ષિણ દ્વારે મેઘરાજી એન્ટ્રી, બે દિવસમાં ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh