Charotar Sandesh
ગુજરાત

રાજ્યના ૮૫,૦૦૦ વકીલો આત્મનિર્ભર યોજના હેઠળ મળશે રૂ.૨.૫૦ લાખની લોન…

અમદાવાદ : કોરના મહામારી અંતર્ગત સરકાર દેશના સામાન્ય નાગરિકના ઉધોગ ધંધાને ફરી વેગ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના જાહેર કરવામાં આવી છે. આજે રાજ્ય સરકાર દ્વારા વકીલો ને પણ ઓછા વ્યાજે ૨ લાખ ૫૦ હજાર સુધીની લોન આત્મ નિર્ભર યોજના અંતર્ગત મળી રહે તે માટે ની રજૂઆતનો સ્વીકાર કરતા ગુજરાતના વકીલ આલમમાં ખુશી ની લહેર છવાઈ ગઈ હતી. લોકડાઉનના પગલે રાજ્યના અનેક નાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો ઉધોગ ધંધાઓ ઠપ થયા હતા. તેવી જ રીતે રાજ્યની ન્યાય પાલિકા વ્યવસ્થામાં કામ કરતા ૮૫ હજાર વકીલોની પ્રેક્ટિસ પણ બંધ થઈ હતી. ત્યારે પ્રદેશ ભાજપ લિગલ સેલ દ્વારા સમગ્ર ગુજરાતના વકીલોનું હીત ધ્યાનમાં રાખી આત્મનિર્ભર યોજના અંતર્ગત રાજ્યના વકીલોને પણ તેનો લાભ મળે તે માટે મુખ્ય મંત્રી તેમજ કાયદા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
જે રજૂઆતના પગલે આજે રાજ્ય સરકાર દ્વારા વકીલો ને પણ ઓછા વ્યાજે ૨ લાખ ૫૦ હજાર સુધીની લોન આત્મ નિર્ભર યોજના અંતર્ગત મળી રહે તે માટેની રજૂઆતનો સ્વીકાર કરતા ગુજરાતના વકીલ આલમમાં ખુશી ની લહેર છવાઈ ગઈ હતી. રાજ્ય સરકારે આત્મ નિર્ભર્ય યોજના અંતર્ગત વકીલોની માગને સ્વીકારતા પ્રદેશ ભાજપ લિગલ સેલ કન્વીનર જે જે પટેલ દ્વારા મુખ્ય મંત્રી વિજય રૂપાણી,કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડામાં અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા નો આભાર માન્યો હતો.જે જે પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ નિર્ણય થી ગુજરાતના ૮૫ હજાર વકીલોને સીધો તેનો લાભ મળશે.

ઉલ્લેખનીય છેકે છ મહિનાના અંતરાલ બાદ હવે ૧૪મી સપ્ટેમ્બરથી ગુજરાત હાઇકોર્ટમાં ચાર કે પાંચ કોર્ટમાં પ્રત્યક્ષ રીતે સુનાવણી કરવાની તૈયારી કરાઇ રહી છે ત્યારે કોરોનાના પોઝિટિવ કેસો આવતાં ફરી એકવાર ચિંતા શરૂ થઇ છે. આમ ૧૪મી સપ્ટેમ્બરથી હાઈકોર્ટ શરૂ કરવાનો નિર્ણય બંધ રાખવામાં આવ્યો છે. અને હાઈકોર્ટના કર્મચારીઓને પોઝિટિવ કેસ આવતા ૧૨થી ૧૫ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે ૧૪ સપ્ટેમ્બરે કોર્ટ નહીં ખુલે માત્ર જાહેરહિતની અરજીઓ ઓનલાઈન સુનાવણી હાથધરાશે. ફિઝિકલ કોર્ટ શરુ કરવાનો નિર્ણય રદ કરાયો છે. અગાઉ પણ કોરોનાની મહામારીમાં હાઇકોર્ટના કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યાં હતાં અને જુલાઇના મહિનામાં તો ૧૭ કર્મચારી કોરોનાગ્રસ્ત થયાં હતાં. જેના પગલે હાઇકોર્ટ વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવી ગયો હતો અને ત્રણ દિવસ કોર્ટની કાર્યવાહી પણ બંધ રાખવી પડી હતી. હવે ફરીથી કર્મચારીઓને કોરોના આવતાં ટેસ્ટ સહિતની કામગીરી સઘન બનાવવામાં આવી છે.

Related posts

સચિવાલયમાં પહોંચ્યો કોરોનાઃ ફળદુના પર્સનલ સેક્રેટરી સહિત ૩ પોઝિટિવ…

Charotar Sandesh

હજી ભારે વરસાદ માટે તૈયાર રહેજો ! ગુજરાત સહિત આ ૮ રાજ્યો માટે ભયાનક આગાહી

Charotar Sandesh

રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં કરી અરજી

Charotar Sandesh