Charotar Sandesh
ગુજરાત

હજી ભારે વરસાદ માટે તૈયાર રહેજો ! ગુજરાત સહિત આ ૮ રાજ્યો માટે ભયાનક આગાહી

ભારે વરસાદ

અમદાવાદ : ઓગસ્ટ મહિના દરમ્યાન ગુજરાતમાં કોરું રહ્યું તો ક્યાંક ક્યાંક છુટો છવાયો વરસાદ વરસ્યો હતો, ત્યારે હવે હજી ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ગુજરાત સહિત ૮ રાજ્યોમાં ભયાનક આગાહી કરાઈ છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલની આગાહી મુજબ, ગુજરાત રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ૨૭ થી ૩૧ દરમિયાન દરિયાઈ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. Gujaratમાં ૨૮ ઓગસ્ટથી તાપમાન વધશે. 31 August બાદ બંગાળ ઉપસારમાં લો પ્રેશર બનતા ભારે ગતિવિધિ દેખાશે. અરબી સમુદ્રમાં ૧૪ સપ્ટેમ્બરની આસપાસ લો પ્રેશરના કારણે System બનશે, જેને કારણે સપ્ટેમ્બરના પહેલા અને બીજા અઠવાડિયામાં વરસાદી ઝાપટા પડશે.

દિલ્હી, યુપી, ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોના વરસાદ બાદ ફરીથી તડકો પડવાની આશંકા છે. આવી સ્થિતિમાં લોકોને ભેજવાળી ગરમીનો સામનો કરવો પડશે. Weather Department નું કહેવું છે કે આગામી પાંચ દિવસમાં દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.

આ સાથે હવામાન વિભાગે ૨૪-૨૬ ઓગસ્ટ દરમિયાન ૨૪ અને ૨૫ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, ઓડિશા અને ઝારખંડમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

Other News : છેલ્લા પંદર માસ દરમિયાન આણંદ જિલ્લાના ૭૫ હજારથી વધુ લાભાર્થીને રૂ. ૫૮ કરોડથી વધુની સહાય ચૂકવાઇ

Related posts

મુખ્યમંત્રી રૂપાણીએ ‘જન સ્મોલ ફાઇનાન્સ બેંક’ની ૧૫ શાખાઓનું ઇ-લોકાર્પણ કર્યું…

Charotar Sandesh

આગામી ચુંટણી પહેલા ભરતસિંહની મોટી જાહેરાત : હું થોડા સમય માટે રાજકારણમાંથી બ્રેક લઈ રહ્યો છું

Charotar Sandesh

ગુજરાત હાઇકોર્ટમાં ૧૨મી ડિસેમ્બરના રોજ ઈ-લોક અદાલત યોજાશે…

Charotar Sandesh