Charotar Sandesh
ગુજરાત

રાહુલ ગાંધી ગુરૂવારે બદનક્ષી કેસમાં હાજરી આપવા સુરત આવશે…

સુરત : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુરૂવારે સુરતમાં કોર્ટ કેસમાં જુબાની આપવા માટે આવી શકે છે. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો. બધા મોદી ચોર હોવાના નિવેદન અંગે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ પક્ષની જુબાની પૂર્ણ થઇ ચુકી છે. હવે આરોપી પક્ષે રાહુલ ગાંધીની જુબાની લેવાશે.
ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને સ્વીકારતા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એચ.કાપડિયાએ રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યુ હતું. સુરત પશ્ચિમના ધારાસભ્યએ કરેલી ફરિયાદમાં તેમણે રાહુલ ગાંધી પર આરોપ મુકતા કહ્યુ હતું કે બધા ચોરની અટક મોદી કેમ હોય છે. આવુ નિવેદન આપીને તેમણે સમગ્ર મોદી જ્ઞાતિનું અપમાન કર્યું છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીની એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતું, નિરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી દરેકને મોદી અટક કેમ છે, દરેક ચોરની મોદી અટક કેમ હોય છે. આ નિવેદન બાદ ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી અને કહ્યુ હતું કે રાહુલ ગાંધીએ મોદી જ્ઞાતિનું અપમાન કર્યુ છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર વિવાદ થયો હતો.

Related posts

ભારે વરસાદના કારણે ૧૫ સ્ટેટ હાઈવે સહિત કુલ ૧૩૬ રસ્તા બંધ

Charotar Sandesh

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૨માં ક્લાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ…

Charotar Sandesh

રાજ્યના વલસાડ સહીત ચાર જિલ્લામાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા તંત્ર એલર્ટ…

Charotar Sandesh