Charotar Sandesh
ગુજરાત

અનલોક-૧માં મંદિરો ખુલશે તો ખરા પણ બદલાઈ શકે છે દર્શનની વ્યવસ્થા…

ગાંધીનગર : ૮ જૂનથી અનેક રાજ્યોમાં મંદિર અને ધાર્મિક સ્થળ પણ ખુલી જશે પરંતુ દર્શન કરવાની પરંપરાઓમાં ઘણો બદલાવ આવી જશે. થોડાં રાજ્યોએ મંદિરો માટે અલગથી ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે, જેમાં ભક્તોની સંખ્યા ઘટાડવામાં આવી છે, પ્રસાદ ચઢાવો અને ચરણામૃત વગેરે આપવાની ના પાડવામાં આવી છે. જે મંદિરોમાં વિશાળ સંખ્યામાં ભક્તો આવે છે, જેમ કે, તિરૂપતિ બાલાજી, વૈષ્ણોદેવી, શિરડી સાઈ મંદિર વગેરેમાં દર્શનાર્થીઓની સંખ્યા સીમિત કરવાની સલાહ પણ આપવામાં આવી છે.

થોડાં રાજ્યોમાં હાલ ધાર્મિક સ્થળ ૧ જુલાઈ સુધી બંધ જ રહેશે. અસમ, મણુપુર, તમિલનાડુ જેવા રાજ્યોએ પોતાના ધાર્મિક સ્થળને ૩૦ જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તમિલનાડુમાં ૧૦ હજારથી વધારે મંદિર છે, જેમાં ૮૦૦૦થી વધારે નાના મંદિર છે. અસમના ગોવાહાટીમાં સ્થિત કામાખ્યા શક્તિપીઠ પણ જુલાઈમાં જ ખુલશે. અસમ સરકારે હાલ જૂનમાં તેને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પુરીનું જગન્નાથ મંદિર ૮ જૂનથી ખુલી શકે છે પરંતુ તેમાં પણ દર્શન જૂન અંતથી જ શરૂ થશે.

મંદિરમાં ભક્તોના પ્રવેશથી બહાર આવવા સુધી ૧૦ મોટા ફેરફારઃ-

હાથ-પગ ધોવા ઉપર પ્રતિબંધ લાગી શકે છે અથવા થોડી અલગ વ્યવસ્થા હોઇ શકે છે.
લાઇનમાં ઊભા રહેવા માટે દોરડા કે પ્લાસ્ટિકના ડિવાઇડર જે ઓછી હાઇટના હોય, તે રાખવામાં આવશે, જેથી લોકો તેનો સ્પર્શ કરે નહીં.
શ્રદ્ધાળુઓને મોટાં ગ્રુપ્સમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. નાના-નાના સમૂહમાં જ મંદિરમાં જઇ શકાશે.
મંદિરમાં ઘંટ હટાવી દેવામાં આવશે.
શ્રદ્ધાળુઓ દ્વારા લાવવામાં આવેલાં હાર-ફૂલ અને પ્રસાદ ઉપર પ્રતિબંધ રહેશે.
પૂજારીઓની સુરક્ષા માટે ચરણામૃત અને પ્રસાદ વિતરણ ઉપર પ્રતિબંધ રહેશે.
ગર્ભગૃહોમાં પ્રવેશ રોકવામાં આવી શકે છે
અનાજ પ્રસાદ વ્યવસ્થાઓને પણ બદલવામાં આવશે અથવા થોડાં સમય માટે બંધ રાખવામાં આવશે.
કર્મચારીઓ અને પૂજારીઓનું નિયમિત હેલ્થ ચેકઅપ થશે.
દિવસમાં ઓછામાં ઓછું ૩ થી ૪ વાર સેનેટાઇઝ કરવામાં આવશે.

Related posts

મુખ્યમંત્રી રૂપાણીએ દ્વારકાધીશના દર્શન કરી શીખર પર ધજા ચડાવી

Charotar Sandesh

ગુજરાતને ઘમરોળશે મેઘરાજા : આ તારીખ સુધી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Charotar Sandesh

સુરતમાં ગ્રીષ્માના પરિવારજનોને મળ્યા ભાજપ પ્રમુખ સીઆર પાટીલ : કહ્યું હત્યારાને ઝડપથી સજા મળે તેવા પ્રયાસ કરાશે

Charotar Sandesh