Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતને ઘમરોળશે મેઘરાજા : આ તારીખ સુધી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદ

આગામી ૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે

સુરત : રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાનો મુકામ રહ્યો છે ત્યારે હજુ પણ મેઘરાજા ગુજરાતને ઘમરોળશે.

આગામી ૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત ૧૨થી ૧૫ ઓક્ટોબરમાં પણ વાદળવાયું રહેવાની શક્યતા છે. અને ૨૦થી ૨૨ ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.

જે મુજબ આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. તે સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આ સાથે આગામી પાંચ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ રાજ્યમાં વરસી શકે છે.

આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન પર સર્ક્યુલેશનને લઈ ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લામાં ભારે વરસાદ વરસશે. જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. મધ્ય પ્રદેશ ઉપર પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. છેલ્લા 24 કલાકમાં સુરત, નવસારી અને જામનગરમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે સુરતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા છલકાયા હતા.

Other News : બોલિવૂડ એક્ટર સોનુ સૂદ ‘આપ’માં જોડાશે ? ગુજરાત આપના નેતાઓ સાથે મુલાકાત કરી

Related posts

24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ : રાજય સરકાર-આરોગ્ય વિભાગ ખળભળ્યા…

Charotar Sandesh

પાલિકા અને પંચાયતોમાં પ્રચાર પડઘમ થયો શાંત : ૨૨,૧૭૦ ઉમેદવારો મેદાને…

Charotar Sandesh

મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાતના ૨ વર્ષ બાદ હવે વડનગરમાં બનશે નવી એપીએમસી…

Charotar Sandesh