Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

અમદાવાદ : ટ્રમ્પની નજર ન પડે એ માટે ઝુંપડપટ્ટી આડે દીવાલ બાંધવામાં આવી…!

અડધો કિલોમીટર ની લંબાઈ અને ૬-૮ ફૂટ ની હાઇટ ધરાવતી દીવાલ બાંધવામાં આવી…

અમદાવાદ : 24 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ-શો કરે ત્યારે ઝુંપડપટ્ટી વિસ્તાર ઢાંકવા અમદાવાદ મ્યુનીસીપલ સતાવાળાઓ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનઘરથી ઈન્દીરા બ્રિજ સુધી દીવાલ બાંધી રહી છે.

આ દીવાલ અડધો કિમીથી વધુની લંબાઈની અને 6 થી 7 ફુટ ઉંચાઈની હશે. એરપોર્ટ આજુબાજુ અને મોટેરામાં સરદાર પટેલ સ્ટેડીયમના સૌંદર્યીકરણના ભાગ તરીકે અમદાવાદથી ગાંધીનગર જવાના માર્ગ પરના પટ્ટામાં આ દીવાલ ઉભી કરાઈ રહી છે. કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે 600 મીટર વિસ્તાર પર સ્લમને ઢાંકવા દીવાલ બંધાયા પછી વૃક્ષારોપણ કરવામાં આવશે.

Related posts

મોરબી પુલ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ તારીખે સુનાવણી થશે

Charotar Sandesh

એકાઉન્ટ બંધ થઇ જશે તેવું કહી ગઠિયાએ વેપારીના ખાતામાંથી ૩.૫૨ લાખ ઉપાડી લીધા…

Charotar Sandesh

બોલો… રાજ્યની ૨૦ સરકારી હોસ્પિટલમાં એક પણ સિટી સ્કેન મશીન નથી…

Charotar Sandesh